એલીન પેનલમાં એકમાત્ર ભારતીય અંપાયર એસ. રવિને 2015માં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં પોતાની ઉંઘવાની આદતમાં ફેરફાર કરવો પડ્યો. 4 વર્ષ પહેલા એડિલેડમાં ગુલાબી બૉલથી પહેલા ટેસ્ટમાં અંપાયરિંગ કરનારા રવિએ ઘણી મહેનત કરી હતી. દરમિયાન તે મોડીરાત્રે ઉંઘતા અને લેઈટ ઉઠતા હતા. જેથી તેમના શરીર બદલાતા સમય સાથે સાનુકુળતા જાળવી રાખે.
રવિએ બે મહિના પહેલા દુબઈમાં આઈ.સી.સી.ના ટ્રેનિંગ સેન્ટરમાં ભાગ લીધો અને ત્યારબાદ પર્થમાં ન્યૂઝીલેન્ડ અને વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા વચ્ચે બે દિવસીય અભ્યાસ મેચમાં અંપાયરિંગ કર્યુ.
રવિએ કહ્યું, હું રાતે મોડાથી ઉંઘતો, મેચ દસ - સાડા દસ સુધી ચાલતી અને હોટલમાં આવીને ઉંઘતા ખૂબ મોડુ થતુ. કોઈ પણ ટેસ્ટ પહેલા થોડી બેચેની રહે છે. હું ઘણો ઉત્સાહિત હતો અને માહોલની મઝા માણી રહ્યો હતો.
બીજાની માફક તેમણે પણ સ્વીકાર્યુ કે આથમતા સૂર્યના પ્રકાશમાં ગુલાબી બૉલથી રમવું મુશ્કેલ થશે. સૂર્યના આથમતા સમયે જોવામાં મુશ્કેલી પડે છે. બૉલને સરખો દેખાતો ન હોવાથી તેની પર ચાંપતી નજર રાખવી પડે.