ETV Bharat / sports

IPL કે T-20 વર્લ્ડકપ?, વોર્નરે કહ્યું- વર્લ્ડકપની જગ્યાએ IPL થાય તો પણ ઓસ્ટ્રેલિયા તૈયાર

ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે કહ્યું કે, જો ચાલુ વર્ષે કોરોનાને કારણે T-20 વર્લ્ડ કપ સ્થગિત થાય અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમાય તો મને ખાતરી છે કે, ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ આ લીગમાં રમશે.

David Warner
વોર્નરે કહ્યું- વર્લ્ડકપની જગ્યાએ IPL થાય તો પણ ઓસ્ટ્રેલિયા તૈયાર
author img

By

Published : Jun 21, 2020, 4:16 PM IST

હૈદરાબાદઃ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે કહ્યું કે, જો ચાલુ વર્ષે કોરોનાને કારણે T-20 વર્લ્ડ કપ સ્થગિત થાય અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમાય તો મને ખાતરી છે કે, ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ આ લીગમાં રમશે. વોર્નરે એમ પણ કહ્યું કે, આ માટે ઓસ્ટ્રેલિયન બોર્ડની મંજૂરી મળે એ પણ જરૂરી છે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે T-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. આવતા મહિને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મીટિંગમાં આ ટૂર્નામેન્ટ સમયસર રમાશે કે નહીં, એ અંગે નિર્ણય લેશે. બીજીતરફ 29 માર્ચથી શરૂ થનાર IPLને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

David Warner
વોર્નરે કહ્યું- વર્લ્ડકપની જગ્યાએ IPL થાય તો પણ ઓસ્ટ્રેલિયા તૈયાર

ઓસ્ટ્રેલિન ખેલાડી વોર્નરે કહ્યું કે, T-20 વર્લ્ડ કપ મુલતવી રાખવા માટેની ઘણી વાતો કહેવામાં આવી રહી છે, પરંતુ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા આવી રહેલી દરેક ટીમ માટે કોરોના એક પડકાર બની રહેશે. ખેલાડીઓને 14 દિવસ કવોરન્ટીનમાં રહેવું પડશે. ઓસ્ટ્રેલિયન સરકાર કોરોના મહામારીને કંટ્રોલ કરવાના અને પ્રતિબંધ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યાં છીએ.

મહત્વનું છે કે, વોર્નરે 84 ટેસ્ટમાં 7244 અને 123 વનડેમાં 5267 રન બનાવ્યા છે. જ્યારે 79 T-20માં 2207 રન અને IPLની 126 મેચમાં 4706 રન બનાવ્યાં છે. IPLમાં વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ માટે રમતો જોવા મળે છે. વોર્નર બોલને ટેમ્પરિંગના કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડ્યો હતો.

નોંધાનીય છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અર્લ એડિંગ્સે કહ્યું હતું કે, ચાલુ વર્ષે વર્લ્ડ કપ થવો અઘરો છે, કારણકે ટૂર્નામેન્ટ માટે કોરોના વચ્ચે 16 ટીમોને એક જગ્યાએ ભેગી કરવી એક પડકાર છે, જો કે, BCCI ઓક્ટોબર-નવેમ્બરમાં IPL કરાવવા અંગે વિચારી રહ્યું છે. આ સિવાય ડિસેમ્બર-જાન્યુઆરીમાં ભારત ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમવાનું છે.

IPL if T20 World Cup
IPL કે T-20 વર્લ્ડકપ

ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ અંગે વોર્નરે કહ્યું કે, ભારત સામેની સીરિઝ દર્શકો વગર રમાશે, જે એક અલગ અનુભવ હશે. હું ઈચ્છું છું કે, સીરિઝ માટે મારી પસંદગી થાય અને હું રમી શકું. છેલ્લી વખત અમે ખરાબ પ્રદર્શન કર્યું નહોતું, પરંતુ અમે એક સારી ટીમ સામે હાર્યા હતા. આ વખતે ભારતીય ટીમને સારા બેટ્સમેન પણ મળ્યાં છે. હવે અમારા બોલર્સ સારા ખેલાડીઓનો શિકાર કરવા તૈયાર છે. હું જાણું છું કે ભારતીય દર્શકો પણ આ બધું જોવા માટે ઉત્સુક હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.