પટનાઃ રાજધાનીનાં ઉર્જા સ્ટેડિયમમાં ચાલી રહેલી બિહાર ક્રિકેટ લીગમાં મંગળવારે પહેલા દિવસની મેચ દરભંગા ડાયમંડ અને પટના પાયલટ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં પટના પાયલટે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પછી બેટીંગ કરવા દરભંગા પાટલટ આવી અને દરભંગા પાટલટે 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવ્યા હતા. આ જ મેચમાં પટનાએ 7 રન એકસ્ટ્રા કર્યા હતા.
આ પણ વાંચોઃ ભાગલાપુર બુલ્સને પટના પાઇલટ્સની ટીમે 2 વિકેટથી હરાવી વિજય મેળવ્યો
દરભંગા ડાયમંડે બનાવ્યા 174 રન
દરભંગાથી બાબુલ કુમારે 33 બોલમાં ત્રણ ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા અને ઓપનર બેટ્સમેન નવ કિશોરે 20 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. પટનાથી શશિમ રાઠોડ, રશ્મિકાંત રંજન અને મોહિત કુમારે બે-બે વિકટ લીધી. જ્યારે સમર કાદરી અને સકીબુલ ગનીએ એક -એક વિકેટ લીધી હતી.
રોમાંચક મેચમાં પટના પાયલટની હાર થઇ
મેચમાં બોલીંગ કરવા આવેલી પાયલટની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 173 રન બનાવ્યા અને રોમાંચક મેચમાં 1 રનથી હારી ગઇ હતી. પટનાથી સરમન નીગરોધે તેણે 43 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 78 રન બનાવ્યા.પરંતું આ ઇનિંગ ટીમ માટે કામ કરી શકી નહીં. સરમન આઉટ થઈ ગયો.
આ પણ વાંચોઃ બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન
ફાઇનલમાં આવેલી દરભંગા ડાયમંડ
જોકે ટીમની હાર પછી પણ સરમનના સારા પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચમાં સિલેક્ટ કરાયો. આ ઉપરાંત ટીમ દ્વારા ઓપનર બેટ્સમેન મંગળે 27 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 37રન બનાવ્યા હતા. દરભંગાથી મોહમ્મદ ઇમ્તિયાઝે 4 ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ લીધી. જ્યારે અર્ણવ કિશોર, વિપુલ કૃષ્ણા, સબીર ખાનને એક-એક વિકેટ મળી હતી. પટનીની ત્રણ બેટ્સમેન રન આઉટ થઇ ગયા હતા.