- ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ભારતીય સેનાને આપ્યું સન્માન
- ટીમની નવી જર્સીમાં ફ્રેન્ચાઈઝીના લોગોની ઉપર 3 સ્ટાર લગાવાયા
- ચેન્નઈ સુપર કિંગ્સે 2010, 2011, 2018માં જીતી હતી IPL મેચ
આ પણ વાંચોઃ પ્રસિદ્ધ કૃષ્ણા વન-ડે ડેબ્યૂમાં ચાર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે
ચેન્નઈઃ ત્રણ વખતની IPL ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે પોતાની ટીમની નવી જર્સી લોન્ચ કરી છે, જેમાં ભારતીય સેનાના સન્માનમાં ચેન્નઈ સુપર કિંગ્સની નવી જર્સીમાં કેમોક્લોઝ પણ લગાવવામાં આવ્યું છે. જર્સીમાં ફ્રેન્ચાઈઝીના લોગોની ઉપર ત્રણ સ્ટાર છે, જે વર્ષ 2010, 2011 અને 2018માં મળેલી જીતનું ચિન્હ છે.
આ પણ વાંચોઃ અંગિકા એવેન્જર્સે ગયા ગ્લેડીયેટર્સ ટીમને 108 રનથી હરાવી
જર્સીમાં લગાવેલો કેમોક્લોઝ લોકોને સેના પ્રત્યે જાગૃત કરશેઃ CSK
CSKના CEO કે. એ. વિશ્વનાથે જણાવ્યું હતું કે, ઘણા સમયથી અમે વિચારી રહ્યા હતા કે સશસ્ત્ર સેનાની મહત્ત્વની અને નિઃસ્વાર્થ સેવા અંગે લોકોને કેવી રીતે જાગૃત કરવામાં આવે. આ કેમોક્લોઝ એ જ સેવા પ્રતિ અમારું સન્માન છે, જે આપણા સાચા હીરો છે. ટીમે ટ્વીટર પર એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની નવી જર્સીનું અનાવરણ કરી રહ્યા છે. CSK ભારતીય સેનાનું ઘણું સન્માન કરે છે અને 2019 IPL સેશનની શરૂઆતમાં તેમણે આર્મીને રૂ. 2 કરોડનો ચેક પણ આપ્યો હતો.