લંડન: પ્રોફેશનલ એસોસિએશન ક્રિકેટર્સે જાહેરાત કરી છે કે, ઇસીબીએ ખેલાડીઓના પગારમાં 20 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને ખેલાડીઓએ સ્વીકારી લીધો છે અને હવે પુરૂષ ટીમના ખેલાડીઓ અડધા મિલિયન પાઉન્ડનું દાન કરશે, જે કોરોના વાઇરસ સામેની લડતમાં ઉપયોગમાં કરવામાં આવશે.
કેપ્ટન હિથર નાઈટે કહ્યું, પુરૂષ ટીમ ઉપરાંત મહિલા ટીમની ખેલાડીઓ પણ એપ્રિલ, મે અને જૂનમાં પગાર કપાવશે. વધુમાં કહ્યું કે, "તમામ ખેલાડીઓએ લાગ્યું કે હાલના સંજોગોને જોતા આ એક યોગ્ય પગલું છે. આપણે જાણીએ છીએ. હાલની પરિસ્થિતિ રમતને કેવી અસર કરી રહી છે અને અમે શક્ય થશે તેટલું યોગદાન આપીશુ."
ઇસીબીએ પહેલાથી જ તેના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. આ ઘોષણામાં 1 એપ્રિલથી બે મહિના સુધી બધા કર્મચારીઓના પગારને ઘટાડવા માટે કર્મચારીઓ સાથે પરામર્શ કરવાનાં પગલાં શામેલ હતા.
છ કરોડ દસ લાખ પાઉન્ડનું નાણાકીય પેકેજ જાહેર કરવામાં આવ્યું.
અગાઉ, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ કોરોનાવાઇરસ રોગચાળા સામે લડવા માટે છ મિલિયન પાઉન્ડનું નાણાકીય પેકેજ જાહેર કર્યું હતું. ઇસીબીએ પહેલાથી જ કોરોનાવાઇરસના ભયને ધ્યાનમાં રાખીને 28 મે સુધી કોઈપણ પ્રકારની ક્રિકેટ પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવી દીધો છે.