ઓકલેન્ડઃ આઇપીએલના 13 સીઝનની શરૂઆત 29 માર્ચથી થવાની હતી પણ કોરોના વાઇરસના કારણે 15 એપ્રિલ સુધી તારીખ લંબાવવામાં આવી છે. બ્રેંજન મેકુલમએ કહ્યું કે, હાલની પરિસ્થિતિને જોતા દરેક માટે ઘરમાં રહેવું જ સારૂ છે.
બ્રેંડન મેકુલમે જણાવ્યું કે, આ આઇપીએલના રોનકથી દૂર છીએ અને ભારતથી પણ એ સારૂ છે અને હાલની પરિસ્થિતીઓને જોતા ઘરમાં રહેવાનું સારૂ રહેશે. હુ છેલ્લા ત્રણ વર્ષથી ઘણો વ્યસ્ત હતો.
તેમને કહ્યું કે, ન્યુઝીલેન્ડમાં રેસ રોકવામાં આવી છે, જે થોડું નિરાશાજનક છે પણ એ સાચો નિર્ણય છે. ઓસ્ટ્રેલિયામાં આ હજી ચાલી રહ્યું છે અને તેમને લાગે થે કે તેઓ સુરક્ષીત પરિવેશમાં કામ કરી શકશે અને તે આપણા દ્રષ્ટ્રિકોણ માટે સારૂ છે.
કોરોના વાઇરસના કારણે વિશ્વ હાલના સમયે તકલીફમાં છે અને તેના કારણે આઇપીએલના ભવિષ્ય પર સવાલ છે. બીસીસીઆઇ ઓક્ટોબર-નવેમ્બરમાં આઇપીએલ રમાડવા પર વિચાર કરી રહી છે. પણ આ ત્યારે જ સફળ થઇ શકશે જ્યારે ICC ટી-20 વર્લ્ડ કપ સ્થગિત કરે.