હૈદરાબાદ : કોવિડ-19ના કારણે આ વર્ષ IPLનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી સંયુકત અરબ અમીરાત UAEમાં રમાશે. ક્રિકેટના મેદાનથી લાંબા સમયથી દુર ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ઈન્ડિયન પ્રીમિયર લીગની 2020 સીઝન પહેલા એક અઠવાડિયાના પ્રશિક્ષણ શિબિર માટે આજે ચેન્નઈ પહોંચશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ધોનીએ રાંચીની એક હોસ્પિટલમાં ટીમની મોનૂ કુમાર સિંહની સાથે શિબિરમાં સામેલ થયા પહેલા કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા હતા. ગરુવારના રોજ બંન્નેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હવે ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે. ચેન્નઈમાં 15 ઓગ્સ્ટથી કેમ્પ શુર થશે.
BCCI દ્વારા બનાવવામાં આવેલી માનવ સંચાલન પ્રકિયા(એસઓપી) મુજબ, ચેન્નઈ પહોંચ્યા બાદ ખેલાડીઓનો વધુ એક વખત ટેસ્ટ કરવામાં આવશે.બધા જ ભારતીય ટીમના ખેલાડી એને સપોર્ટ સ્ટાફને નિર્ધારિત શહેર જતા પહેલા 2 કોવિડ-ટેસ્ટ કરાવવા જરુરી છે. જે રિપોર્ટમાંથી પસાર થતા 24 કલાક બાદ UAEમાં જવા રવાના થશે.
કોરોના વાઈરસને કારણે આ વખતે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે.આ પહેલા આઈપીએલ 29 માર્ચથી 24 મે સુધીનું આયોજન કરાયું હતુ, પરંતુ કોરોના વાઈરસની મહામારીને કારણે સ્થગિત કરાઈ હતી.
53 દિવસ સુધી ચાલનારી આઈપીએલ સીઝનનું આયોજન દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. રાત્રિની મેચ 7.30pm IST (6.00pm UAE સમય અનુસાર ) શરુ થશે. બપોરની મેચ 3.30 pm IST (2.00pm UAE સમય અનુસાર )શરુ થશે.