ETV Bharat / sports

કેપ્ટન કોહલીનું નામ આતંકવાદીના હિટલિસ્ટમાં, વધારવામાં આવી સુરક્ષા

નવી દિલ્હી: NIA દ્વારા ઓલ ઈન્ડિયા લશ્કર એ તૈયબા દ્વારા બનાવવામાં આવેલી એક લિસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં, દેશની 12 મોટી સેલિબ્રિટીના નામ છે. આ લિસ્ટમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું પણ નામ છે. લિસ્ટ સામે આવતાની સાથે જ BCCIએ કેપ્ટન કોહલીની સુરક્ષામાં વધારો કર્યો છે.

કેપ્ટન કોહલીનું નામ આતંકવાદીના હિટલિસ્ટમાં
author img

By

Published : Oct 29, 2019, 1:08 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જાનનો ખતરો સામે આવ્યો છે. ઓલ ઈન્ડિયા લશ્કર એ તૈયબા દ્વારા બનાવેલી એક યાદી રાષ્ટ્રીય સુરક્ષા તપાસ એજન્સી(NIA)એ જાહેર કરી છે, જેમાં દેશની 12 મોટી સેલિબ્રિટીની જાનને ખતરો થઇ શકે છે. આ યાદીમાં વિરાટ કોહલીનું નામ પણ શામેલ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીનું નામ આ યાદીમાં આવ્યા બાદ BCCIએ કેપ્ટનની સુરક્ષામાં વધારો કર્યો છે. આ યાદીમાં સૌથી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે. ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિક પણ આ યાદીમાં શામેલ છે.

આ યાદીમાં મોટા ભાગે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા લોકોના નામ છે. એવામાં વિરાટ કોહલીનું નામ આશ્ચર્ય ચકિત કરનારૂં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.