ETV Bharat / sports

વર્લ્ડકપ-2011 વિવાદઃ લંકન ક્રિકેટર ડી સિલ્વાએ કહ્યું-દાવો ખોટો પણ સ્પષ્ટતા જરૂરી - મહેલા જયવર્દને

શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર અરવિંદ ડી સિલ્વાએ દેશના ભૂતપૂર્વ રમત-ગમત પ્રધાન મહિંદાનંદ અલ્થગમાગેના દાવાને ખોટો ગણાવ્યો છે. ડી સિલ્વાએ કહ્યું કે, 2011ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ ફિક્સ નહોતી.

2011 WC fixing claims
વર્લ્ડકપ-2011
author img

By

Published : Jun 22, 2020, 6:06 PM IST

કોલંબો: અરવિંદ ડી સિલ્વાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી), બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (બીસીસીઆઈ) અને શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ને આ મામલે તપાસ શરૂ કરવા વિનંતી કરી છે. ડી સિલ્વાએ શ્રીલંકાના એક અખબારને કહ્યું કે,"અમે લોકોને હંમેશ માટે જૂઠથી દૂર રાખી શકતા નથી. હું આઇસીસી, બીસીસીઆઈ અને શ્રીલંકા ક્રિકેટને વિનંતી કરું છું કે, આ મામલે તપાસ શરૂ કરે."

સિલ્વાએ કહ્યું કે, 2011નો વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો. સચિન તેંડુલકર જેવા ઘણા ખેલાડીઓ આ ક્ષણ માટે પોતાને ભાગ્યશાળી ગણે છે. મને લાગે છે કે, જો આ વર્લ્ડ કપની ફાઈનલ ફિક્સ હોવાના દાવા અંગે વધુ તપાસ કરવામાં આવે તો આ સચિન અને કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓના હિતમાં હશે. આ સવાલ પર તપાસ શરૂ કરવી ભારત સરકાર અને ભારતીય ક્રિકેટ બોર્ડની ફરજ છે."

ડી સિલ્વાએ કહ્યું કે, "જ્યારે આ પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવે છે, ત્યારે એની આડ અસર બીજા ઘણા સારા લોકો પર પડે છે. આ કિસ્સાની ચર્ચા માત્ર પસંદગીકર્તા, ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ જ નહીં, ભારતીય ક્રિકેટરો પર પણ છે, આ સવાલથી વિશ્વ ક્રિકેટ પર અસર થશે. આ ખિતાબ ભારતે જીત્યો હતો, એટલે આપણે એક વખત સ્પષ્ટ કરવું પડશે કે, અમે રમત પ્રેમ કરીએ છીએ, જે નિષ્પક્ષ છે."

Can't let people get away with lies: Aravinda de Silva on 2011 WC fixing claims
વર્લ્ડકપ-2011 વિવાદઃ લંકન ક્રિકેટર ડી સિલ્વાએ કહ્યું-દાવો ખોટો પણ સ્પષ્ટતા જરૂરી

આ અગાઉ શ્રીલંકાના ભૂતપૂર્વ રમત-ગમત પ્રધાન અલ્થગમાગેએ કહ્યું હતું કે, 2011ના વર્લ્ડકપની ફાઈનલ મેચ મુંબઈમાં યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ ફાઇનલ મેચ ફિક્સ હતી અને હું મારા આ નિવેદન પર અડગ છું. જો કે, મેચના સમયે હું શ્રીલંકન સરકારમાં રમત-ગમત પ્રધાન હતો. શ્રીલંકાની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી વધુ બાબતો જાહેર કરવા માંગતો નથી. આપણે એ મેચ ભારત સામે જીતી શક્યા હોત." આ દાવા મુદ્દે અલ્થગમાગેએ કહ્યું હતું કે, "હું મારા નિવેદનની સંપૂર્ણ જવાબદારી લઉ છું અને ચર્ચા માટે તૈયાર છું. હું આ વિવાદમાં ખેલાડીઓનો સામેલ કરવા માંગતો નથી, પરંતુ કેટલાક જૂથો ચોક્કસપણે આ મેચ ફિક્સ કરવામાં સામેલ હતા."

મહત્વનું છે કે, અલ્થગમાગેના આ નિવેદન બાદ તરત જ શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા અને ભૂતપૂર્વ બેટ્સમેન મહેલા જયવર્દનેએ પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. સંગાકારાએ કહ્યું હતું કે, આ દાવો પાયા વિહોણો છે, જેથી સ્પષ્ટતા થવી જરૂરી છે. જેથી કોઈ અનુમાન લગાવતા પહેલા પુરાવા રજૂ કરે."

મહત્વનું છે કે, 2 એપ્રિલ, 2011ના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાી હતી. જેમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. શ્રીલંકાને સતત બીજી વખત ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કુમાર સંગાકારા 2011ના વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં શ્રીલંકન ટીમનો કેપ્ટન હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.