નવી દિલ્હી : ઑસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ કહ્યું કે, ભારતીય ટીમ વિરુદ્ધ ઘર આંગણેની મેચમાં ફાસ્ટ બોલરની મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે, લાળના પ્રતિબંધથી કૂકાબુરા બોલ કેટલો સ્વિંગ કરે છે. પૈટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેજલવુડના રુપમાં ઑસ્ટ્રેલિયા પાસે ફાસ્ટ બોલરો છે.
કોવિડ-19ની મહામારીના કારણે લાળ પર પ્રતિબંધ લાગાવવામાં આવ્યો છે. ત્યારે લાળ પરના પ્રતિબંધથી દુનિયાના સૌથી ફાસ્ટ બોલરોમાંથી બ્રેટ લી ઈચ્છે છે કે, આઈસીસી બૉલ પર કૃત્રિમ પદાર્થના ઉપયોગ કરવાની પરવાનગી આપે કારણે કે, બોલ- બેટ વચ્ચે સંતુલન બનાવી રાખવામાં મદદ મળે.
બ્રેટ લીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે,તમારા દેશમાં રમવાથી પોતાને ફાયદો થશે. પરંતુ ભારતની સૌથી મજબુત ટીમ ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર આવશે. મને આશા છે કે, જો ઑસ્ટ્રેલિયા જીતવા માંગે છે તો અમારા બોલરોની ભૂમિકા મહત્વપુર્ણ હશે.
ભારતીય ટીમ આ વર્ષ ડિસેમ્બરમાં 4 ટેસ્ટ મેતની સીરિઝ માટે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે. પ્રથમ વખત ભારતીય ટીમ એક ટેસ્ટ પીંક બોલ (ડે-નાઈટ ટેસ્ટ મેચ)થી રમશે.