નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ મહિમ વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. BCCIએ તેમના રાજીનામા પર આધિકારીક રૂપથી નિર્ણય કરશે, જ્યારે તેનું નિયમિત કામકાજ મુંબઇ આવેલ ઓફિસમાંથી શરૂ થશે.
મહિમ વર્માએ ઉત્તરસંધ ક્રિકેટ સંધના સચિવ બન્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષના પદ પરથી રાજીનામું આપ્યું છે.
વર્માએ કહ્યું કે, મને પોતાના રાજ્ય સંધની દેખરેક કરવાની છે, જેનું સંચાલન હાલ સુધી સારી રીતે નહોતું થઇ રહ્યું, મે સીઇઓ રાહુલ જોહરીના પોતાનું રાજીનામું આપ્યું છે. મને વિશ્વાસ છે કે તેનો સ્વીકાર કરવામાં આવશે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વર્માએ પોતાનું રાજીનામું બોર્ડને મોકલ્યું છે. વર્માએ ક્રિકેટ એસોસિએશન ઓફ ઉત્તરાખંડ(CAU)ના સચિવ પણ રહી ચૂક્યા છે.
વર્માને પદ છોડવું પડ્યું, કારણ કે, BCCI એક પદ એક પદ જ ધરાવી શકે છે.
વર્માએ છેલ્લા વર્ષ 23 ઓક્ટોબરને બીસીસીઆઇના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જ્યારે સૌરભ ગાંગુલીને અધ્યક્ષ, જય શાહને સચિવ, જયેશ જોર્જને સહ સચિવ અને બૃજેશ પટેલને આઇપીએલ ચેયરમેન પસંદ કરવામાં આવ્યા હતા.