ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવેથી પત્નિ અથવા તો ગર્લફ્રેન્ડને ટૂર પર લઈ જવાનો નિર્ણય કોચ અથવા તો કેપ્ટન નહીં પરંતુ BCCI લેશે. અગાઉના વર્ષે કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેશને આ અધિકાર મે માં કેપ્ટન અને કોચને આપ્યો હતો.
![bcci to take call about wags of cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5591610_virat.jpg)
21 મે 2019 ના રોજ COAએ આ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. તેમનું કહેવું હતુ કે, પત્નિ અથવા ગર્લફ્રેન્ડને રાખવાની મંજૂરીનો અધિકાર કેપ્ટન અથવા કોચને આપવામાં આવે. આ નિર્ણયથી ઘણા ખેલાડીઓ નારાજ હતા. એટલું જ નહીં વર્લ્ડ કપ 2019 દરમિયાન એક સિનિયર ખેલાડી પર નિર્ધારિત સમય કરતા વધારે સમય પરિવારને સાથે રાખવાનો આરોપ મૂકાયો હતો.