ETV Bharat / sports

BCCIએ આગામી આદેશ સુધી IPL સ્થગિત કરી, હવે ડિસેમ્બર પહેલા અશક્ય

વડાપ્રધાન મોદીએ દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારી દીધી છે, ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફરીથી સ્થગિત થઈ છે. BCCIએ ગુરુવારે આ જાણકારી આપી છે, પરંતુ બોર્ડ દ્વારા એ નથી કહેવામાં આવ્યું કે, હવે IPLનું નવું શેડ્યુલ શું હશે.

BCCI officially suspends IPL 2020 indefinitely
BCCIએ આગામી આદેશ સુધી IPL સ્થગિત કરી, હવે ડિસેમ્બર પહેલા અશક્ય
author img

By

Published : Apr 16, 2020, 6:29 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારી દીધી છે, ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફરીથી સ્થગિત થઈ છે. BCCIએ ગુરુવારે આ જાણકારી આપી છે, પરંતુ બોર્ડ દ્વારા એ નથી કહેવામાં આવ્યું કે, હવે IPLનું શુ શેડ્યુલ હશે.

BCCI officially suspends IPL 2020 indefinitely
BCCIએ આગામી આદેશ સુધી IPL સ્થગિત કરી, હવે ડિસેમ્બર પહેલા અશક્ય

જો કે, ડિસેમ્બર પહેલા IPL રમાવવી અઘરી છે. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદની સીઝન હોય છે. સપ્ટેમ્બરમાં એશિયા કપ પણ રમાવવાનો છે, ત્યારબાદ ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડકપ રમાશે.

આ તમામ સંજોગો વચ્ચે BCCI માટે IPLનું આયોજન કરવું અઘરું છે. જેથી ડિસેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન થાય એવી શક્યતા છે. જો કે, આ પહેલા ટૂર્નામેન્ટ 29 માર્ચે શરૂ થવાની હતી, પરંતુ કોરોના અને દેશમાં વિઝા પ્રતિબંધના કારણે 15 એપ્રિલ સુધી ટાળવામાં આવી હતી.

આ વખતે IPL 50ની જગ્યાએ 44 દિવસ રમાવવાની હતી. 8 ટીમો 14-14 મેચ રમવાની હતી. આ ઉપરાંત 2 સેમિફાઇનલ, 1 નોકઆઉટ અને 24 મેના મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલ યોજાવાની હતી. જો કે, ક્રિકેટ બોર્ડ હવે 2009ની જેમ 37 દિવસના ફોર્મેટમાં રમાડી શકે છે.

આ અંગે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રવિવારે કહ્યું હતું કે, અમે તમામ પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યાં છીએ. અત્યારની સ્થિતિમાં કઈ કહી શકાય તેમ નથી. હવે કોઈ વિકલ્પ પણ રહ્યો નથી. તમામ એરપોર્ટ બંધ છે, લોકો ઘરમાં રહેવા મજબૂર છે. આ સ્થિતિમાં દુનિયાભરમાં કોઈપણ રમત શક્ય નથી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.