નવી દિલ્હી: કોરોનો વાઇરસને કારણે ઓસ્ટ્રેલિયાએ પોતાની સરહદો 30 સપ્ટેમ્બર સુધી બંધ કરી દીધી છે, પરંતુ દેશમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ICC T -20 વર્લ્ડ કપ આયોજીત કરવા ઇચ્છુક છે. આ સિવાય ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ આતુરતાથી રાહ જોવાઇ રહી છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટના વડા કેવિન રોબર્ટ્સ ઈચ્છે છે કે, ભારત અહીં આવે અને ચાર નહીં પણ પાંચ ટેસ્ટ મેચ રમે. જો કે, બીસીસીઆઈ હજી તૈયાર નથી. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું છે કે, આ અંગે યોગ્ય સમય નિર્ણય લેવામાં આવશે. જેથી આ સમયે કોઈ વિચાર કે ચર્ચા કરવી બહુ વહેલી હશે.
અધિકારીએ વધુમાં કહ્યું કે, અમે વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમીશું, કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે. વર્તમાન પરિસ્થિતિ એક મહા બીમારીની જેમ ઉભી થઈ છે, હાલ પરિસ્થિતિ એટલી સારી નથી કે સિરીઝ વિશે કંઈક વિચારી શકાય. આ માટે ચર્ચાનો કોઈ અર્થ નથી.