ETV Bharat / sports

કોવિડ-19: BCCI નહીં ઘટાડે ખેલાડીઓના પગાર...

BCCIના ખજાનચી અરૂણ ધૂમલે સ્પષ્ટ કર્યું છે કે, BCCIએ પગારમાં ઘટાડો કરવાની કોઈ ચર્ચા થઈ નથી. કોરોના વાઈરસની મહામારી વધશે તો પણ પગારમાં ઘટાડો કરશે નહીં.

કોવિડ -19: BCCI નહિ ઘટાડે ખેલાડીઓના પગાર
BCCI not planning to cut players salaries amid COVID-19 crisis: BCCI Treasurer Arun Dhumal
author img

By

Published : Apr 2, 2020, 11:59 AM IST

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે ખેલાડીઓના પગારમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યા નથી અને તે અંગેનો કોઈ વિચાર પણ નથી. BCCIના ટ્રેઝરર અરુણ ધુમાલે આ બાબતે સ્પષ્ટતા કરી છે.

એક અગ્રણી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં, ધુમાલે સ્પષ્ટ કર્યું કે, પગાર ઘટાડા બાબતે કોઈ ચર્ચા થઈ નથી અને જ્યારે રોગચાળોના કારણે મોટો આર્થિક ફટકો પડશે, ત્યારે પણ પગારમાં કોઈ જાતનો ઘટાડો કરવાની યોજના નથી.

ક્રિકેટ સંચાલક મંડળના સુત્રના જણાવ્યા મુજબ, કોવિડ -19 ફાટી નીકળવાના કારણે મુલતવી રાખવામાં આવેલી ઈન્ડિયા પ્રીમિયર લીગ(IPL) ત્યારે જ યોજાશે જ્યારે પરિસ્થિતિમાં સુધારો થશે.

BCCI not planning to cut players salaries amid COVID-19 crisis: BCCI Treasurer Arun Dhumal
કોવિડ -19: BCCI નહિ ઘટાડે ખેલાડીઓના પગાર

આઇપીએલને અલગ વિંડો મળશે કે નહીં તે બાબતે સૂત્રએ જણાવ્યું કે, જુઓ અમે ગત વખતે ફ્રેન્ચાઇઝી સાથે મુલાકાત કરી હતી ત્યારે અમે કેટલાક ક્રમ્યુટેશન અથવા સંયોજન વિશે ચર્ચા કરી હતી, પરંતુ આ ફાઈનલ વિંડો પર આધારિત છે. જો ત્યાં થોડી વિંડો ઉપલબ્ધ છે, તો જ અમે કોલ કરી શકીએ છીએ. હમણાં, પરિસ્થિતિ બગડેલી છે ત્યારે આખા દેશએ ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કુલ COVID-19 પોઝિટિવ કેસની સંખ્યા 1637 પર પહોંચી ગઈ છે, જેમાં 1466 પોઝિટિવ કેસ, 133 અસરમુક્ત કરાયેલા લોકો અને 38 મૃત્યુનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.