મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ક્રિકેટ સલાહકાર સમિતિએ સુનીલ જોષીને ભારતીય ટીમના નવા પસંદગી નિયુકત કરવામાં આવ્યા છે. ભારતીય પૂર્વ સ્પિનર સુનીલ જોષીને એમએસકે પ્રસાદના સ્થાને નવા પસંદગીકાર તરીકે પસંદગી કરાઈ છે, ત્યારે ગગન ખોડાના સ્થાને પૂર્વ બોલર હરવિંદર સિંહનું નામ ફાઈનલ કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમને બે નવા પસંદગીકારો મળી ગયા છે, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સિરીઝ માટે ટીમની પસંદગી કરશે.
આ લીસ્ટમાં રાજેશ ચૌહાણ, હરવિંદર સિંહ, વેંકટેશ પ્રસાદ, શિવરામકૃષ્ણન અને સુનીલ જોષીનું નામ સામેલ હતું. આપને જણાવી દઈએ કે, સુનીલ જોષી એમએસકે પ્રસાદના સ્થાને સીનિયર પુરૂષ પસંદગી સમિતિના અધ્યક્ષ હશે.
નિયમો અનુસાર સમિતિના સભ્યોમાં જેને વધુ ટેસ્ટ મેચ રમી હોય તે મુખ્ય પસંદગીકાર બને છે. જોશીએ ભારત માટે 15 ટેસ્ટ મેચ રમી છે. જ્યારે હરવિંદરે ત્રણ ટેસ્ટ મેચ રમી છે, ત્યારે જોષી નવા પસંદગીકાર બનવું નક્કી છે. સુનીલ જોષી એમએસકે પ્રસાદના સ્થાને સિનિયર પુરુષની પસંદગી સમિતિના અધ્યક્ષ હશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, નવી પસંદગીકારોની પેનલ 12 માર્ચથી ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરુ થઈ રહેલી વન-ડે સીરિઝમાં ટીમની પસંદગી કરશે.