ETV Bharat / sports

બાંગ્લાદેશી ક્રિકેટર રહીમે સુરક્ષાને લીધે પાક. પ્રવાસ રદ કર્યો, BCBએ કહ્યું- 'પરિવાર સાથે દેશ મહત્વનો' - બેટ્સમેન મુશ્ફિકર રહીમ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ હસને ટીમના અનુભવી બેટ્સમેન મુશ્ફિકર રહીમને પાકિસ્તાનના પ્રવાસને લઇ પોતાનો અંગત વિચાર બદલવાની માગ કરતા ટીમ સાથે જવાનો આગ્રહ કર્યો છે.

અમને વિશ્વાસ છે કે મુશ્ફિકર રહીમ પાકિસ્તાન પ્રવાસ કરશે : BCB

author img

By

Published : Feb 26, 2020, 1:00 PM IST

ઢાકા: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ હસને ટીમના અનુભવી બેટ્સમેન મુશ્ફિકર રહીમને પાકિસ્તાનના પ્રવાસને લઇ પોતાનો અંગત વિચાર બદલવાની માગ કરતા ટીમ સાથે જવાનો આગ્રહ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રહીમે ઝિમ્બાવેની વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં અણનમ 203 રનની ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઝિમ્બાબ્વેની વિરૂદ્ધ મુશ્ફિકર રહીમનું પ્રદર્શન

રહીમે સુરક્ષાના કારણે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો છે. આ તકે બાંગ્લાદેશે T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ પ્રદર્શન સાથે જો ટીમ મેદાનમાં ફરી ઉતરશે તો ફરી હારનો સામનો કરવો પડી શકે તેમ છે. પાકિસ્તાન પ્રવાસનો ત્રીજો તબક્કો 3 એપ્રિલથી શરૂ થશે. જેમાં બાંગ્લાદેશને વનડે ઉપરાંત ટેસ્ટ મેચ પણ રમવાની છે.

બાંગ્લાદેશનો  પાકિસ્તાન પ્રવાસ
બાંગ્લાદેશનો પાકિસ્તાન પ્રવાસ

આ તકે હસને જણાવ્યું કે, રહીમે અંતિમ સિરીઝને લઇ પોતાના નિર્ણય અંગે બોર્ડને જાણકારી આપી નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે તે પાકિસ્તાન પ્રવાસ કરશે, હસને કહ્યું કે, "દરેક ખેલાડીને ટીમ સાથે જવુ જોઇએ. પરિવાર દરેક લોકો માટે મહત્વનો છે, પરંતુ દેશ વધુ મહત્વપૂર્ણ છે.

મુશ્ફિકર રહીમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.