ETV Bharat / sports

મોર્ગને વિશ્વ કપ ફાઇનલની જીતને યાદ કરતા કહ્યું કે એક સમયે મને લાગ્યું કે અમે નહીં જીતી શકીએ - વર્લ્ડ ચેમ્પિયન

મોર્ગને એક વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે ફક્ત એક વાર થોડીક સેકેન્ડ સુધી એવો સમય આવ્યો કે મને અમારી જીતને લઇ મનમાં શંકા થઇ હતી.

world-cup-final-victory
મોર્ગને વિશ્વ કપ ફાઇનલની જીતને યાદ કરતા કહ્યું કે એક સમયે મને લાગ્યું કે અમે હારી જશું
author img

By

Published : Jul 14, 2020, 10:08 PM IST

લંડનઃ ઇંગ્લેન્ડના વિશ્વ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગને 2019 વિશ્વ કપની ઐતિહાસીક ફાઇનલને યાદ કરી હતી. ઇંગ્લેન્ડનને મોર્ગનની કેપ્ટનશીપમાં આજના જ દિવસે એટલે કે ગયા વર્ષે 14 જુલાઇના રોજ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો મોકો મળ્યો હતો.

લોર્ડસ મેદાન પર ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વ કપ 2019ની ફાઇનલ મેચ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી પ્રતિષ્ઠત અને યાદગાર વિશ્વ કપ ફાઇનલ મેચ બની હતી. ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને વિવાદાસ્પદ બ્રાઉન્ટ્રીની ગણતરીના નિયમને આધારે હરાવીને પ્રથમ વખત વિશ્વ કપ જીત્યો હતો.

World Cup final
મોર્ગને વિશ્વ કપ ફાઇનલની જીતને યાદ કરતા કહ્યું કે એક સમયે મને લાગ્યું કે અમે હારી જશું

મોર્ગને તે રોમાંચક ફાઇનલ મેચને યાદ કરી ને કહ્યું કે એક સમયે મને લાગ્યું હતું અમે આ મેચ હારી જશું. મોર્ગને એક વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે ફક્ત એક વાર થોડીક સેકેન્ડ સુધી એવો સમય આવ્યો કે મને અમારી જીતને લઇ મનમાં શંકા થઇ હતી.

તેમણે વધુમાં કહ્યું કે જિમ્મી નિશમ તે સમયે બેન સ્ટોક્સને બોલિંગ કરી રહ્યો હતો, તેણે ધીમો બોલ ફેંક્યો, સ્ટોક્સે તે બોલ પર લોન્ગઓન પર શોર્ટ ફટકાર્યો હતો, મને યાદ છે કે બોલ હવામાં હતો અને બોલ સીધો જવાની સાથે ઉંચો વધારે ગયો હતો અને તે સમયે મને લાગ્યું કે જો સ્ટોક્સ આઉટ થસે તો અમે મેચ હારી જશું. મોર્ગને કહ્યું કે અમારે ત્યારે હજુ એક ઓવરમાં 15 રન બનાવવાના હતા, ત્યારે મને થોડીક વાર સુધી લાગ્યું કે અમે હવે નહી જીતી શકીએ.

વિશ્વ કપના ફાઇનલ મેચમાં સુપર ઓવર દરમિયાન બન્ને ટીમોએ 15-15 રન બનાવ્યાં હતા. જેથી ફાઇનલ મેચમાં સુપર ઓવર પણ ટાઇ થઇ હતી. આઇસીસીના નિયમ અનુસાર બ્રાઉન્ટ્રીની ગણતરી કરીને ટીમને વિજેતા જાહેર કરવાની હતી. ત્યારે બ્રાઉન્ટ્રીની ગણતરી પ્રમાણે ઇંગ્લેન્ડની ટીમે 26 બ્રાઉન્ટ્રી ફટકારી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે 17 બ્રાઉન્ટ્રી ફટકારી હતી, જેથી ઇંગ્લેન્ડની ટીમને વિશ્વ કપ વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.