વેસ્ટઈન્ડીઝ વર્લ્ડકપનો ગત્ત મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ રોમાંચક મેચમાં 5 રનથી હાર થઈ હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે પણ મેદાનમાં ઉતરેલા આન્દ્રે રસેલને અમ્પાયરે ચેતવણી આપી હતી કે, તે ઈજાને લઈ મેદાનમાં ઉતર્યા છે. તે માટે વધારાનો ફિલ્ડર નહીં મળે.
![ICCનું ટ્વિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3656577_hhhh.jpg)
ICC વર્લ્ડ કપ 2019માં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી આન્દ્રે રસેલનું પ્રદર્શન સારું રહ્યુ નથી.વર્લ્ડ કપની ત્રણ ઇનિંગ્સમાં માત્ર 36 રન બનાવ્યા છે. અને 5 વિકેટ ઝડપી છે. IPL 2019માં રસેલનું પ્રદર્શન ખુબ સારુ રહ્યુ હતુ. સુનીલ એમ્બ્રિસે કુલ 6 મેચ રમી 5 ઇનિંગ્સમાં 316 રન કર્યા છે.