નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે ઈચ્છે કે, UAEમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) દરમિયાન તેમન પત્ની અને દિકરી હાજર રહે, પરંતુ કોરોના વાઇરસ મહામારીના ભયને ધ્યાનમાં રાખી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ખેલાડીઓના પરિવારને પ્રતિયોગિતાથી દૂર રાખે તો કોઈ સમસ્યા નથી.

ભારતમાં કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખીને IPLનું આયોજન UAEમાં 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે કરવામાં આવશે. રાજસ્થાન રૉયલ્સના બદલે આ વર્ષે દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારા ખેલાડી રહાણેએ કહ્યું કે, આરોગ્ય મુખ્ય પ્રાથમિકતા હોવી જોઈએ.

રહાણેએ વધુમાં કહ્યું કે, પ્રથમ આરોગ્ય અને પછી ક્રિકેટ ખૂબ મહત્વપૂર્ણ છે. અમે અમારા પરિવાર સાથે 4-5 મહિના(લોકડાઉન દરમિયાન) વિતાવ્યા છે.

રહાણેએ કહ્યું કે, ખેલાડીઓની સાથે UAEમાં પરિવારના આવવાની પરવાનગી આપવાનો નિર્ણય BCCI અને ફ્રેન્ચાઈઝી માલિકોને કરવાનો છે.
