કેશવે ભારતીય ઓપનર રોહિત અને શિખરની વિકેટ લીધા બાદ શાંત થયા હતાં. જો કે ત્યારબાદ તેમને શિખર અને રોહિતની વિકેટ લેવા અંગેની બાબતે પૂછવા પર ક્હ્યું કે, ' ખુબ જ સારુ લાગ્યું' કેશવે કહ્યું કે, 'શાર્દુલે મને પૂછ્યુ કે તમે ક્યા ક્લબ તરફથી રમો છો'
આ પ્રથમ તક હતી કે જ્યારે કેશવને ભારતીય ક્રિકેટરો સામે બોલિંગ કરવા મળી. કેશવ સુરિન્દર ખન્ના ક્રિકેટ એકેડેમી તરફથી રમે છે. આ વર્ષે જૂનમાં પિતાને બ્રેઇન સ્ટ્રોકથી ગુમાવનારા કેશવે કહ્યું કે,' હું ક્રિકેટ રમું છું. હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. આશા છે કે એક દિવસ મારું સપનું સાકાર થશે'