ETV Bharat / sports

World Cup 2023 : અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બટલર કહ્યું, પોતાની ટીમ પર પૂરો વિશ્વાસ છે - ઈંગ્લેન્ડના કેપ્ટન બટલર

હાલમાં ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં ઇંગ્લેન્ડની ટીમે નિરાશાજનક શરુઆત કરી છે. અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડની ટીમે ત્રણ મેચમાંથી બે મેચમાં હાર સહન કરી છે. જોકે, કેપ્ટન જોસ બટલર હજુ પણ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવા ટીમના ખેલાડીઓ પર આધાર રાખી રહ્યા છે. બટલરે અફઘાનિસ્તાન સામેની મેચમાં હાર બાદ આ અંગે પ્રતિભાવ આપ્યો હતો.

World Cup 2023
World Cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 6:30 PM IST

નવી દિલ્હી : નવી દિલ્હીના કોટલા ખાતે રવિવારે રમાયેલી અફઘાનિસ્તાન-ઇંગ્લેન્ડ મેચમાં અફઘાનિસ્તાન ટીમે મોટો અપસેટ સર્જ્યો હતો. અફઘાનિસ્તાન ટીમે લીગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી કારમી હાર આપી હતી. અફઘાનિસ્તાન સામેની મેચમાં હાર બાદ રોષે ભરાયેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કહ્યું કે, તેમની ટીમને આ ટૂર્નામેન્ટમાં આગળ જતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ ત્રણ મેચમાંથી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સૌપ્રથમ ઇંગ્લેન્ડની ટીમને રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે દ્વારા સદીના ફટકા સાથે ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાનના સ્પિનર ​​રાશિદ ખાન અને મુજીબ-ઉર-રહેમાન સામે હાંફી ગયા હતા.

અફઘાનિસ્તાન સામેની મેચ પછીની કોન્ફરન્સમાં કેપ્ટન જોસ બટલરે કહ્યું કે, હા જેમ કે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે અમે જે રીતે શરૂઆત કરવા માગતા હતા તે રીતે આ નથી. પરંતુ આ એવી પરિસ્થિતિ છે જેમાં આપણે આપણી જાતને ઓળખીએ છીએ અને આપણે આગળ વધવા માટે હવે શ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે. જોસ બટલરે વધુમાં કહ્યું કે, તેમને પોતાની ટીમ પર પૂરો વિશ્વાસ છે કે તે આ સંકટમાંથી બહાર આવશે.

જોસ બટલરે વધુમાં કહ્યું કે, હા દેખીતી રીતે જ આ એક મોટો આંચકો છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા તમને પ્રથમ ત્રણ ગેમ કેવી રીતે રમાશે તેનો અલગ ખ્યાલ હોય છે. અમારે ટીમમાં ઘણી સ્થિતિસ્થાપકતા બતાવવાની છે અને સૌથી વધુ જરુરી ઘણો વિશ્વાસ બતાવવાની જરુર છે. છેલ્લી દરેક મેચમાં ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓ હતા અને અમે આજ પૂરતું સારું રમી શક્યા નથી. પરંતુ અમારે પોતાનો વિશ્વાસ જાળવી રાખવો જોઈએ.

અંતિમ ઓવરોમાં ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝના ધમાકેદાર 80 રન અને મુજીબ ઉર રહેમાનના શાનદાર 28 રનની સહાયથી અફઘાનિસ્તાન ટીમે વિશ્વ કપનો તેમનો બીજો સૌથી વધુ કુલ સ્કોર સ્થાપિત કર્યો હતો. અફઘાનિસ્તાન ટીમે સદીનો આંકડો પાર ન કર્યો ત્યાં સુધી એક પણ વિકેટ ગુમાવી ન હતી. બીજી તરફ ઈંગ્લેન્ડ ટીમને એક તબક્કે 4 વિકેટની સામે 91 રનનો સ્કોર હતો.

જોસ બટલરે વધુમાં ઉમેર્યું કે, ના અમે ખરાબ શરૂઆત કરી હતી. રમતના પ્રથમ બોલમાં હું એક ચૂકી ગયો અને તે પ્રથમ 10 ઓવર માટે ટોન સેટ કરતો હતો. ઉપરાંત અમે જેવું પ્રદર્શન કરવા ઇચ્છતા હતા તેવું નથી કરી શક્યા, તેનો શ્રેય ગુરબાઝને મળ્યો જેના 80 રનના કારણ કે તેણે અમને ઘણા દબાણમાં મૂક્યા હતા.

જોસ બટલરે કહ્યું કે, અમે હંમેશા સકારાત્મક અને આક્રમક બનવા માંગીએ છીએ અને કેટલાક દિવસો તમે જે રીતે ઇચ્છો છો તે રીતે રમી શકતા નથી. જોકે અફઘાનિસ્તાને અમારા પર સારું દબાણ બનાવ્યું હતું, કદાચ અમે જે રીતે વિચાર્યું હતું તે મુજબ બરાબર રમ્યા નહોતા. ટીમ તેની યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકી શકતી નથી.

ઇંગ્લેન્ડની બેટિંગની આક્રમક શૈલીને 'બાઝબોલ' કહેવામાં આવે છે. ઈંગ્લેન્ડની આક્રમક શૈલી કોચ બ્રેન્ડન મેક્કુલમની આગેવાની હેઠળ મુખ્યત્વે ટેસ્ટ સહિત તમામ ત્રણેય ફોર્મેટમાં દેખાય છે. ઉલ્લેખનિય છે કે, ઈંગ્લેન્ડ આગામી 21 ઓક્ટોબર શનિવારના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ડે-નાઈટ મેચ રમશે.

  1. World Cup 2023 AFG vs ENG Match Highlights : અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવ્યું, રાશિદ-મુજીબુરે 3-3 વિકેટ લીધી
  2. Australian captain Pat Cummins : વર્લ્ડકપમાં સતત હાર મળતા ઓસી કેપ્ટન પેટ કમિન્સે કહ્યું; અહીંથી દરેક મેચ અમારા માટે ફાઈનલ જેવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.