નવી દિલ્હીઃ ICCએ પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને સન્માન આપ્યું છે. જેના કારણે સેહવાગના ફેન્સનું દિલ ખુશ થઈ જશે. વાસ્તવમાં વીરેન્દ્ર સેહવાગને ICCની 'હોલ ઓફ ફેમ'ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વીરેન્દ્ર સેહવાગ આ યાદીમાં સામેલ થનાર નવમો ભારતીય બની ગયો છે. ICC એ સોમવારે ICC હોલ ઓફ ફેમમાં ત્રણ નવા નામોની જાહેરાત કરી હતી, જેમાં સુપ્રસિદ્ધ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ, ભારતની ડાયના એડુલજી અને શ્રીલંકાના સુપરસ્ટાર અરવિંદા ડી સિલ્વાનો સમાવેશ થાય છે. આ ત્રણના સમાવેશ બાદ આ યાદીમાં ખેલાડીઓની સંખ્યા વધીને 112 થઈ ગઈ છે.
-
Virender Sehwag included in the ICC hall of fame.
— Johns. (@CricCrazyJohns) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- One of the greatest openers ever. pic.twitter.com/WBKsKRRxrx
">Virender Sehwag included in the ICC hall of fame.
— Johns. (@CricCrazyJohns) November 13, 2023
- One of the greatest openers ever. pic.twitter.com/WBKsKRRxrxVirender Sehwag included in the ICC hall of fame.
— Johns. (@CricCrazyJohns) November 13, 2023
- One of the greatest openers ever. pic.twitter.com/WBKsKRRxrx
વીરેન્દ્ર સેહવાગે ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવાનું સન્માન મળવા પર ખુશી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, મને આ સન્માન સાથે સામેલ કરવા બદલ હું ICC અને જ્યુરીનો આભાર માનું છું. મને જે ગમે છે તે કરવામાં મારા જીવનનો મોટો ભાગ વિતાવ્યો તે માટે હું અત્યંત આભારી છું. હું મારા પરિવાર, મિત્રો, જે લોકો સાથે હું ક્રિકેટ રમ્યો હતો અને અસંખ્ય લોકોનો પણ આભાર માનું છું જેમણે મારા માટે નિઃસ્વાર્થ ભાવે પ્રાર્થના કરી.
ભારતીય ટીમનો આક્રમક બેટ્સમેન હતો: વીરેન્દ્ર સેહવાગે જ આજના ભારતીય ક્રિકેટને આક્રમકતા શીખવી હતી. સેહવાગ ભારતીય ટીમનો આક્રમક ઓપનર બેટ્સમેન હતો. સેહવાગે તેની શાનદાર કારકિર્દી દરમિયાન કુલ 23 ટેસ્ટ સદી ફટકારી હતી. 2008માં દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈમાં તેનો 319 રનનો સર્વોચ્ચ સ્કોર કોઈપણ ભારતીય ખેલાડીનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.
-
Virender Sehwag was a game-changer with the bat and the former India opener is now a much-deserved member of the ICC Hall of Fame 💥🏏
— ICC (@ICC) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
More on his achievements and journey 👉 https://t.co/wFLhmrPxJA pic.twitter.com/L0vJrKPdgt
">Virender Sehwag was a game-changer with the bat and the former India opener is now a much-deserved member of the ICC Hall of Fame 💥🏏
— ICC (@ICC) November 13, 2023
More on his achievements and journey 👉 https://t.co/wFLhmrPxJA pic.twitter.com/L0vJrKPdgtVirender Sehwag was a game-changer with the bat and the former India opener is now a much-deserved member of the ICC Hall of Fame 💥🏏
— ICC (@ICC) November 13, 2023
More on his achievements and journey 👉 https://t.co/wFLhmrPxJA pic.twitter.com/L0vJrKPdgt
-
Well deserved!
— BCCI (@BCCI) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Many congratulations to the Nawab of Najafgarh for being inducted into the ICC Hall of Fame 👏👏@virendersehwag https://t.co/Unt3fSIZhv
">Well deserved!
— BCCI (@BCCI) November 13, 2023
Many congratulations to the Nawab of Najafgarh for being inducted into the ICC Hall of Fame 👏👏@virendersehwag https://t.co/Unt3fSIZhvWell deserved!
— BCCI (@BCCI) November 13, 2023
Many congratulations to the Nawab of Najafgarh for being inducted into the ICC Hall of Fame 👏👏@virendersehwag https://t.co/Unt3fSIZhv
સેહવાગની ODI કારકિર્દી: સેહવાગનો ODI સ્તર પર પણ એટલો જ શાનદાર રેકોર્ડ છે. સેહવાગે 50 ઓવરની ક્રિકેટમાં ભારત માટે કુલ 8,273 રન બનાવ્યા હતા અને તેણે 2011માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી. જે વનડેમાં સૌથી મોટો સ્કોર હતો. આ પછી રોહિત શર્માએ 264 રનની ઇનિંગ રમીને આ રેકોર્ડ તોડ્યો હતો.
આ પણ વાંચો: