ETV Bharat / sports

Womens IPL 2023: મહિલા પ્રીમિયર લીગની ટીમોની જાહેરાત, 4670 કરોડની બોલી લાગી, IPLનો રેકોર્ડ તૂટ્યો - BCCI પ્રમુખ શ્રી રોજર બિન્ની

મહિલા પ્રીમિયર લીગની ટીમોની જાહેરાત થઈ ચૂકી છે. પ્રથમ સિઝનમાં દરેક ટીમમાં કુલ 18 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં 5 વિદેશી ખેલાડીઓ હશે. 4 વિદેશી ખેલાડીઓ દેશના અને 1 ખેલાડી સહયોગી દેશની હશે. તે જ સમયે, 5 ટીમોમાં કુલ 22 મેચો રમાશે.

મહિલા પ્રીમિયર લીગની
મહિલા પ્રીમિયર લીગની
author img

By

Published : Jan 25, 2023, 10:09 PM IST

નવી દિલ્હીઃ એક મોટું પગલું ભરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલા પ્રીમિયર લીગ માટે 5 ટીમો માટે બોલી લગાવી છે. બોર્ડના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. આ 5 ટીમોને વેચીને બોર્ડને 4669.99 કરોડ રૂપિયા મળ્યા છે. અદાણી ગ્રૂપ અને કેપ્રી ગ્લોબલે પાંચ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટીમો માટે બિડ જીતી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન આ વર્ષે માર્ચમાં રમાય તેવી શક્યતા છે. પાંચ વિજેતા ફ્રેન્ચાઈઝીની હોમ ટીમો મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને લખનૌ હશે.

  • 𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.

    The combined bid valuation is INR 4669.99 Cr

    A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH

    — BCCI (@BCCI) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મેન્સ IPLનો રેકોર્ડ તૂટ્યો: અદાણી સ્પોર્ટ્સલાઈનને 1289 કરોડની સૌથી વધુ બોલી સાથે અમદાવાદની ફ્રેન્ચાઈઝી મળી. ઇન્ડિયા ફિન્સ સ્પોર્ટ્સ લિમિટેડે 912.99 કરોડની બિડ સાથે મુંબઈ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગલુરુ 901 કરોડ, JSW GMR ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ દિલ્હી 810 કરોડ અને કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ લખનઉ 757 કરોડની બિડ જીતી હતી. એકંદરે, વિમેન્સ પ્રીમિયર લીગ માટે 4669.99 કરોડની બોલી લગાવવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના માનદ સચિવ જય શાહે જણાવ્યું હતું કે આગામી મહિલા પ્રીમિયર લીગ (WPL)માં ટીમો માટે કુલ બિડ તરીકે BCCIએ 4669.99 કરોડની કમાણી કરી છે. આ સાથે 2008માં મેન્સ આઈપીએલની પ્રથમ સિઝનનો રેકોર્ડ તૂટી ગયો છે.

  • Today is a historic day in cricket as the bidding for teams of inaugural #WPL broke the records of the inaugural Men's IPL in 2008! Congratulations to the winners as we garnered Rs.4669.99 Cr in total bid. This marks the beginning of a revolution in women's cricket and paves the

    — Jay Shah (@JayShah) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

BCCI પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, “હું WPL ટીમો માટે સફળતાપૂર્વક બિડ કરવા બદલ વિજેતાઓને અભિનંદન આપું છું. આ લીગ ભારત અને વિદેશના ખેલાડીઓને સાથે મળીને શીખવાની અને વિકાસ કરવાની તક આપશે. આનાથી વધુ મહિલા ક્રિકેટરોના સમાવેશ સાથે પાયાના સ્તરે વિકાસનો માર્ગ મોકળો થશે. હું BCCI ટીમને પણ હરાજીની પ્રક્રિયાને સરળ રીતે ચલાવવા માટે અભિનંદન આપવા માંગુ છું. મને ખાતરી છે કે આ લીગ આપણી મહિલા ક્રિકેટરોને વૈશ્વિક મંચ પર ચમકવામાં મદદ કરશે.

મહિલા ખેલાડીઓના રમતગમત ક્ષેત્ર માટે ગેમ ચેન્જર: મુંબઈ ઈન્ડિયન્સે માર્ચ 2023માં યોજાનારી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL)માં એક ખૂબ જ વિશિષ્ટ ફ્રેન્ચાઈઝી - એક મહિલા ક્રિકેટ ટીમનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈ શહેરની ફ્રેન્ચાઈઝી માટે બીડ જીતી લીધી હતી. હવે તેમની પોતાની મહિલા ટીમ હશે, જે રીતે તેઓ છેલ્લા 15 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સને ટેકો આપે છે અને તેને ભારતીય રમતમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનાવે છે તેવો ઉત્સાહ અને ઉજવણી નિરંતર જારી રખશે. નવી રજૂ કરાયેલી WPL માત્ર ભારત અને સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટ માટે જ નહીં પરંતુ મહિલા ખેલાડીઓના રમતગમત ક્ષેત્ર માટે પણ ગેમ ચેન્જર બની રહેશે.

આ પણ વાંચો: ICC ODI bowler Ranking: મોહમ્મદ સિરાજ બન્યો વિશ્વનો પ્રથમ નંબરનો ઝડપી બોલર

રમતગમતમાં મહિલાઓના ભવ્ય ઉદય માટે પ્રતિબદ્ધ: આ મામલે નીતા અંબાણીએ કહ્યું, “ખૂબ આનંદ અને ગર્વ સાથે હું અમારી મહિલા ક્રિકેટ ટીમનું સ્વાગત કરું છું! ભારતીય ક્રિકેટ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને અમે તેનો એક હિસ્સો બનીને ખુશ છીએ. ભારતની મહિલા ક્રિકેટરોએ હંમેશા રમતગમતના વૈશ્વિક મેદાનમાં રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે - પછી તે વર્લ્ડ કપ હોય, એશિયન કપ હોય કે તાજેતરની કોમનવેલ્થ ગેમ્સ હોય! આ નવી વિમેન્સ લીગ ફરી એકવાર અમારી છોકરીઓની પ્રતિભા, શક્તિ અને ક્ષમતા પર વૈશ્વિક સ્તરે પ્રકાશમાં લાવશે. મને ખાતરી છે કે અમારી મહિલા ટીમ નિર્ભય અને મનોરંજક ક્રિકેટની મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડને એકસાથે નવા સ્તરે લઈ જશે. આ સીમાચિન્હરૂપ જાહેરાત માટે બીસીસીઆઈને મારા હૃદયપૂર્વક અભિનંદન! તે વધુને વધુ યુવા મહિલાઓ માટે વ્યાવસાયિક રમતમાં ભાગ લેવાનો માર્ગ મોકળો કરશે. રિલાયન્સમાં અમે માત્ર ક્રિકેટમાં જ નહીં, પરંતુ રમતગમતમાં મહિલાઓના ભવ્ય ઉદય માટે પ્રતિબદ્ધ છીએ."

આ પણ વાંચો: Cricketer Of The Year 2022: ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર બન્યો સૂર્યકુમાર યાદવ

ભાવિ પેઢીઓને પ્રેરણા: આકાશ અંબાણીએ કહ્યું કે, “મુંબઈ ઇન્ડિયન્સ પરિવારની ચોથી ફ્રેન્ચાઇઝી, અમારી મહિલા ક્રિકેટ ટીમને આવકારતાં હું ખુશ છું. વિમેન્સ પ્રિમિયર લીગ એક ઐતિહાસિક ક્ષણ છે અને મને ગર્વ છે કે ભારત આ પરિવર્તનમાં સૌથી આગળ છે. હું આગામી સિઝનની આતુરતાથી રાહ જોઉં છું અને મને વિશ્વાસ છે કે WPLની રમતગમતના ક્ષેત્રમાં મહિલાઓના સશક્તીકરણ પર ઊંડી અસર છોડશે. અમે અમારી મહિલા ટીમનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા અને મહિલા ખેલાડીઓની ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે આતુર છીએ."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.