નવી દિલ્હી: IPL 2023માં શાનદાર પ્રદર્શનના કારણે અજિંક્ય રહાણેએ WTC ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. IPLમાં અજિંક્ય રહાણે સારી લયમાં ચાલી રહ્યો છે. આ કારણે તેને WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. રહાણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો હતો. પરંતુ હવે તેને ફરીથી પોતાને સાબિત કરવાની બીજી તક મળી છે. 2023માં 7 થી 11 જૂન સુધી, ટીમ ઈન્ડિયા ઓવલમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
-
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
— BCCI (@BCCI) April 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
">🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
— BCCI (@BCCI) April 25, 2023
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
— BCCI (@BCCI) April 25, 2023
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
IPLમાં શાનદાર પ્રદર્શનના આધારે તક મળીઃ વરિષ્ઠ બેટ્સમેન અજિંક્ય રહાણેનો ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલ અજિંક્ય રહાણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી આ લીગમાં પાંચ મેચમાં 52.25ની એવરેજ અને 199.04ના સ્ટ્રાઈક રેટથી 209 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરની ઈજાના કારણે પસંદગીકારોએ રહાણેને તેના IPL પ્રદર્શનના આધારે બીજી તક આપી છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં સારું રમી શક્યો નથી, જેના કારણે સૂર્યને WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી.
અજિંક્ય રહાણેની ક્રિકેટ કારકિર્દી: મુંબઈના ટોચના બેટ્સમેન અજિંક્ય રહાણેએ તેની બીજી રણજી સિઝનમાં મુંબઈને 38મી વખત જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રહાણેએ આ ટૂર્નામેન્ટમાં 1089 રન બનાવ્યા હતા. રહાણેએ રણજી ટૂર્નામેન્ટની 2009-10 અને 2010-11 સીઝનમાં 3-3 સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં ઇમર્જિંગ પ્લેયર્સ ટુર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે વનડે ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
આ પણ વાંચો: IPL 2023: વિરાટ કોહલીને RR સામેની મેચમાં 24 લાખ રૂપિયાનો દંડ, જાણો શા માટે
અજિંક્ય રહાણેનું ટેસ્ટ કેરિયરઃ રહાણેએ અત્યાર સુધી 82 ટેસ્ટ મેચોની 140 ઇનિંગ્સમાં 4931 રન બનાવ્યા છે. પરંતુ રહાણે 2021-22 ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તે દરમિયાન રહાણેએ 15 ટેસ્ટ મેચમાં માત્ર 20.25ની એવરેજથી રન બનાવ્યા હતા. આ 15 ટેસ્ટની 27 ઇનિંગ્સમાં તેણે માત્ર 3 ફિફ્ટી ફટકારી હતી.
અજિંક્ય રહાણેનું વન્ડે કેરિયરઃ રહાણેએ પોતાની કારકિર્દીમાં 90 ODIની 87 ઇનિંગ્સમાં 2962 રન બનાવ્યા હતા. તે જ સમયે, T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, તેણે 20 મેચની 20 ઇનિંગ્સમાં 375 રન બનાવ્યા છે. આમાં રહાણેનો સર્વોચ્ચ સ્કોર 61 રન છે. ટીમ ઈન્ડિયાએ 29 ડિસેમ્બર 2020ના રોજ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી હતી. તે દરમિયાન ભારતીય ટીમની કમાન અજિંક્ય રહાણે સંભાળી રહી હતી. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 8 વિકેટે જીત મેળવી હતી. રહાણેએ આ મેચની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. તેણે 223 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો: GT vs MI: હોમગ્રાઉન્ડમાં ગુજરાત ફેવરીટ, અમદાવાદમાં આજે મેદાન એ જંગ
WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મો. શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.