અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના રાઇટ્સ મેળવ્યા બાદ ટાટા ગ્રુપ મુંબઈમાં 4 માર્ચથી શરૂ થતી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) ના ખિતાબના રાઇટ્સ પણ પ્રાપ્ત કર્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ટ્વીટ કરીને આ મામલે જાહેરાત કરી હતી. જય શાહે ટ્વિટર પર લખ્યું… મને એ જાહેરાત કરતાં અત્યંત આનંદ થાય છે કે ટાટા ગ્રુપ પ્રથમ WPLનું ટાઇટલ સ્પોન્સર હશે. તેમના સહયોગથી અમને વિશ્વાસ છે કે અમે મહિલા ક્રિકેટને આગલા સ્તર પર લઈ જઈ શકીશું.
-
I am delighted to announce the #TataGroup as the title sponsor of the inaugural #WPL. With their support, we're confident that we can take women's cricket to the next level. @BCCI @BCCIWomen @wplt20 pic.twitter.com/L05vXeDx1j
— Jay Shah (@JayShah) February 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am delighted to announce the #TataGroup as the title sponsor of the inaugural #WPL. With their support, we're confident that we can take women's cricket to the next level. @BCCI @BCCIWomen @wplt20 pic.twitter.com/L05vXeDx1j
— Jay Shah (@JayShah) February 21, 2023I am delighted to announce the #TataGroup as the title sponsor of the inaugural #WPL. With their support, we're confident that we can take women's cricket to the next level. @BCCI @BCCIWomen @wplt20 pic.twitter.com/L05vXeDx1j
— Jay Shah (@JayShah) February 21, 2023
WPLના ટાઇટલ રાઇટ્સ ટાટા ગ્રુપ પાસે: બીસીસીઆઈના એક સૂત્રએ PTI સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટાટા ગ્રુપે પાંચ વર્ષ માટે રાઈટર્સ સુરક્ષિત કર્યા છે.ગયા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે વિવોને ટાઈટલ સ્પોન્સર મળ્યું હતું જે આ વર્સગે બદલાઈને ટાટા ગ્રુપે પોતાના કબ્જે લીધી હતું. મીડિયા અધિકારોના વેચાણથી BCCIને રૂ. 951 કરોડની આવક થઇ હતી અને પાંચ ટીમોને રૂ. 4700 કરોડમાં વેચવામાં આવી હતી.
આ પણ વાંચો International Cricket Match Records: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના રેકોર્ડને તોડવા ટીમ ઈન્ડિયા આગળ
લીગની ફાઈનલ 26 માર્ચે રમાશે: તમને જણાવી દઈએ કે વુમન્સ પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થશે. સિઝનની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. લીગની ફાઈનલ 26 માર્ચે રમાશે. આ લીગમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે જેમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે. તમામ 5 ટીમો વચ્ચે કુલ 22 T20 મેચ રમાશે. જેમાં 20 મેચ લીગ, એક એલિમિનેટર અને એક ફાઇનલ મેચનો સમાવેશ થાય છે. 11 મેચ ડીવાય પાટીલ ખાતે અને 11 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો Border Gavaskar Trophy: ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2013ના ઈતિહાસનું કરી શકે છે પુનરાવર્તન
ભારતીય ક્રિકેટરોનો દબદબો: ભારતની સ્મૃતિ મંધાના ટોચની ખરીદી હતી કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને તેમને 3.40 કરોડમાં પોતાની ટીમમાં શામેલ કર્યા હતા. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સને 1.80 કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે ભારત અને વિશ્વભરના બાકીના સ્ટાર્સે પણ પાંચમાંથી એક ફ્રેન્ચાઈઝીમાં કાપ મૂક્યો હતો.