- અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મહિલાઓ કેવી રીતે ક્રિકેટ રમી શકશે તે અંગે સ્પષ્ટતા
- મહિલા ટીમની તમામ 25 ખેલાડીઓ અફઘાનિસ્તાનમાં
- મહિલાઓને ક્રિકેટ રમવા માટે કેવી રીતે મંજૂરી આપવામાં આવશે
કાબુલ: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) ના કાર્યકારી અધ્યક્ષ અઝીઝુલ્લાહ ફઝલીએ કહ્યું છે કે તેઓ દેશમાં મહિલાઓ કેવી રીતે ક્રિકેટ રમી શકશે તે અંગે સ્પષ્ટ સ્થિતિ આપશે. તેણે એમ પણ કહ્યું કે, મહિલા ટીમની તમામ 25 ખેલાડીઓ અફઘાનિસ્તાનમાં છે અને તેઓએ દેશ છોડ્યો્ નથી.
આ પણ વાંચો: તાલિબાને Afghan Cricket Teamને ઓસ્ટ્રેલિયા સામે રમવાની આપી મંજૂરી, પરંતુ...
મહિલાઓને ક્રિકેટ રમવા અંગે મજૂરીનો મુદ્દો
ફઝલીએ એસબીએસ રેડિયો પશતોએ જણાવ્યું, "અમે મહિલાઓને ક્રિકેટ રમવા માટે કેવી રીતે મંજૂરી આપીશું તે અંગે સ્પષ્ટ સ્થિતિ આપીશું. ખૂબ જ જલદી અમે આ અંગે કેવી રીતે આગળ વધીશું તેના સારા સમાચાર આપીશું."
મહિલા ક્રિકેટ કોચ ડાયના બારકઝાઈ અને તેના ખેલાડીઓ દેશમાં સુરક્ષિત
ફઝલીએ કહ્યું કે, મહિલા ક્રિકેટરો તેમના ઘરમાં સુરક્ષિત છે. તેમણે કહ્યું, "મહિલા ક્રિકેટ કોચ ડાયના બારકઝાઈ અને તેના ખેલાડીઓ દેશમાં સુરક્ષિત છે અને તેમના પોતપોતાના ઘરમાં રહે છે. ઘણા દેશોએ તેમને અફઘાનિસ્તાન છોડવાનું કહ્યું પરંતુ તેઓએ દેશ છો્ડ્યો નહીં અને અત્યારે તેઓ બધા તેમના સ્થાને છે."
આ પણ વાંચો: તાલિબાનના કબજા બાદ પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ સીરીઝ રમશે અફઘાનિસ્તાન
ફાઝલીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને અપીલ કરી
ફાઝલીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને અપીલ કરી છે કે, આ વર્ષે નવેમ્બરમાં હોબાર્ટમાં યોજાનારી અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમો વચ્ચેની એકમાત્ર ટેસ્ટ રદ ન થાય. ફઝલીએ કહ્યું, "અમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને વિનંતી કરીએ છીએ કે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક ક્રિકેટ મેચમાં વિલંબ ન કરે."વાસિકે કહ્યું હતું કે મહિલાઓ ક્રિકેટ સહિત અન્ય રમતો રમે તે જરૂરી નથી. તેણે કહ્યું હતું કે, "ક્રિકેટમાં એવી સ્થિતિ આવી શકે છે જ્યાં તેમનો ચહેરો અને શરીર ઢકાયેલું ન હોય."