અમદાવાદ: અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે (Narendra Modi Stadium) ભારતીય ક્રિકેટ ટીમ પોતાની 1000 મી વન-ડે મેચ (1000th One day series of Indian cricket team) રમવા જઇ રહી છે. ભારતની 1000 મી વન-ડે મેચના ઉપલક્ષ્યમાં અમૂલે (Amul launches water bottle for oneday match) વિશેષ પાણીની બોટલ લોન્ચ કરી છે. અમૂલ ટીમ ઇન્ડિયાનું ઓફિશિયલ બેવરેજીસ પાર્ટનર છે. આ નવી લોન્ચ કરાયેલ પાણીની બોટલ ફક્ત સ્ટેડિયમમાં જ ઉપલબ્ધ રહેશે. જેની ઉપયોગ મેચ ઓફિશિયલ કરતા હોય છે.
આ પણ વાંચો: ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ પ્રેક્ટિસ કરી, કેટલાક ખેલાડી આકર્ષણનું કેન્દ્ર બન્યા
સ્ટેડિયમની અંદર ખેલાડીઓ સેલિબ્રેશન કરાશે
ભારતીય ક્રિકેટ ટીમ પોતાની 1000 મી (1000th One day series of Indian cricket team) ઇન્ટરનેશનલ વન-ડે મેચ રમવા જઈ રહી છે. ત્યારે તે માટે સ્ટેડિયમમાં વિશેષ આયોજન કરાયું છે. જે મુજબ સ્ટેડિયમની અંદર ખેલાડીઓ દ્વારા સેલિબ્રેશન કરાશે. સ્ટેડિયમની બિગ સ્ક્રીન પર ભારતીય ટીમને અભિનંદન પાઠવાશે. જો કે દેશમાં કોરોનાની પરિસ્થિતિને જોતા આતશબાજીનો કાર્યક્રમ નહીં થાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: વેસ્ટઇન્ડિઝની ટીમ પહોંચી અમદાવાદ : તમામ વન-ડે મેચ પ્રેક્ષકો વગર રમાશે
રોહિત શર્માએ U-19 ક્રિકેટ ટીમને પાઠવી શુભેચ્છા
આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ સમક્ષ પોતાની પ્રથમ વન-ડે અગાઉ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ભારતની અંડર નાઇન્ટીન ક્રિકેટ ટીમ, જે ઇંગ્લેન્ડ સમક્ષ વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડકપની ફાઇનલ રમી રહી છે. તેને જીત માટે શુભેચ્છા પાઠવી હતી.