ETV Bharat / sports

કોર્ટમાં પતંગિયાની માફક ફરતી અને હરીફને હંફાવી દેતી પી વી સિંધુ - specialstory

ચહેરા પર રમતાં સ્મિત સાથે તે કોર્ટમાં ચાલે છે, પોતાની કિટ લઇને પૂરેપૂરી સજ્જતા સાથે ઊતરે, ત્યારે એક વિજેતાની અદાથી ફરી રહી હોય છે, અડગ એકાગ્રતા સાથે તે પોતાની રમત રમે છે, આ એ દીકરી છે, જેણે સાચા અર્થમાં દેશને રજત અપાવ્યો છે, ભારત માતાને પ્રસિદ્ધિ અપાવી છે. ઓલિમ્પિક્સમાં દેશ માટે સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી, ૨૦૧૯ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી ખેલાડી, આ છોકરીને પદ્મ ભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે, અને તેનું નામ છે, પુર્સુલા વેંકટ સિંધુ, જેને આપણે સૌ પ્રેમપૂર્વક પી વી સિંધુ તરીકે ઓળખીએ છીએ.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 4, 2020, 11:23 PM IST

ન્યુઝ ડેસ્ક : પુર્સુલા વેંકટ સિંધુનો જન્મ પાંચમી જુલાઇ, ૧૯૯૫ના રોજ તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં થયો હતો. તેના પિતાનું નામ શ્રી પી વી રમન અને તેની માતાનું નામ શ્રીમતી પી. વિજયા છે. તેનાં માતા-પિતા આંતરરાષ્ટ્રીય વોલીબોલ ખેલાડીઓ રહી ચૂક્યાં છે. તેના પિતા શ્રી રમન વોલીબોલની રમત ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ અર્જુન એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. પરંતુ, તેમની પુત્રીએ ભારતના બેડમિન્ટનના દિગ્ગજ ખેલાડી પુલેલા ગોપીચંદથી પ્રભાવિત થઇને આઠ વર્ષની કુમળી વયે પોતાના હથિયાર તરીકે રેકેટ પસંદ કર્યું. તેના પ્રથમ કોચ મેહબૂબ અલી હતા, પરંતુ પછીથી તે ગોપીચંદની શિષ્યા બની અને તેમની એકેડેમી હેઠળ તાલીમ પ્રાપ્ત કરી.

હરીફને હંફાવી દેતી પી વી સિંધુ

રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો

૨૦૧૬માં રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી લીધા પછી આઇસક્રીમ ખાઇને જીતની ઉજવણી કરી રહેલી સિંધુ સૌને યાદ હશે. એક રીતે જોતાં તે ફોટો તેના કોચની શિસ્તબદ્ધતા અને સિંધુએ પોતાની જાતને આપેલા વચનનું પ્રતીક છે. રિયો ઓલિમ્પિક્સની તૈયારી દરમિયાન કોચ ગોપીચંદે સિંધુ પાસેથી તેનો મોબાઇલ લઇ લીધો હતો અને તેના ચોકલેટ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. એક રીતે જોતાં, રિયો ઓલિમ્પિક્સમાં મેડલ જીતીને સિંધુએ પોતાની આઇસક્રીમ પણ પાછી જીતી હતી. નવ વર્ષની વયે સિંધુ સવારે ત્રણ વાગ્યે ઊઠીને ઘરેથી ૫૬ કિલોમીટર દૂર આવેલી તેની એકેડેમી પર પહોંચી જતી, કારણ કે તેની તાલીમ સવારે ૪.૩૦ વાગ્યાથી શરૂ થતી. ટ્રેનિંગમાંથી તે સવારે ૮.૩૦ વાગ્યે પરત ફરતી. પછી નિશાળે જતી. નિશાળેથી છૂટ્યા પછી તે ફરી પાછી બેડમિન્ટન પ્રેક્ટિસ માટે એકેડેમીમાં જતી. વણતૂટેલી ગંભીરતા, પ્રતિબદ્ધતા અને સમર્પણનો આ સિલસિલો ઘણાં વર્ષો સુધી ચાલ્યો, જેના ફળસ્વરૂપે આખરે તેને ઓલિમ્પિક્સમાં તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો અને મેડલ પોડિયમ ઉપર ભારતીય તિરંગો લહેરાયો.

પી વી સિંધુ
પી વી સિંધુ

સિંધુની કારકિર્દી પર એક નજર

  • સિંધુએ ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક્સમાં રજત ચંદ્રક જીત્યો હતો.
  • ટીનએજમાં સિંધુ કોમનવેલ્થ યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
  • ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ (૨૦૧૪)માં તેણે કાંસ્ય ચંદ્રત જીત્યો.
  • ૨૦૧૪માં, જીમચિઓંગ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ તેણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
  • તાજેતરમાં જ, સ્વિટ્ઝર્લેન્ડના બાઝેલ ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને સિંધુ વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

સિંધુને મળેલા રાષ્ટ્રીય પુરસ્કારો

  • ૨૦૨૦માં પદ્મ ભૂષણ માટે પસંદગી
  • ૨૦૧૬માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માન
  • ૨૦૧૫માં સિંધુને પદ્મશ્રીથી નવવાજમાં આવી હતી.
  • તે અગાઉ ૧૮ વર્ષની વયે તેણે અર્જુન એવોર્ડ મેળવ્યો હતો.

પી વી સિંધુના સ્વરૂપમાં ભારત બેડમિન્ટનની રમત માટે મક્કમ પ્રતિબદ્ધતા, કઠોર પરિશ્રમ અને શિસ્તબદ્ધતા ધરાવતો મૂલ્યવાન હીરો ધરાવે છે. આશા છે કે, દેશની પુત્રીઓના હાથમાં આ જ રીતે ઊંચા આકાશમાં તિરંગો લહેરાતો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.