ETV Bharat / sports

પીવી સિંધુના 'સન્યાસ' ટ્વીટ પર હોબાળો, પિતાએ રિટાયરમેન્ટના સમાચાર ફગાવ્યા

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંઘુએ પોતાના ઑફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ‘આઇ રિટાયર’ ટ્વીટ કર્યું છે. જ્યાર બાદ તેમના સન્યાસને લઇને ચર્ચા શરૂ થઇ છે. જો કે, તેમણે પોતાના ટ્વીટમાં ઈશારો કર્યો કે, કોરોના વાઇરસનો ખાત્મો થયા બાદ તે પોતાની ગેમ ચાલુ રાખશે.

ETV BHARAT
પીવી સિંધુના 'સન્યાસ' ટ્વીટ પર હોબાળો, પિતાએ રિટાયરમેન્ટના સમાચાર ફગાવ્યા
author img

By

Published : Nov 2, 2020, 5:42 PM IST

  • બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ કર્યું ટ્વીટ
  • ટ્વીટમાં લખ્યું ‘આઈ રિટાયર’
  • સિંધુના પિતાએ સમાચાર ફગાવ્યા

હૈદરાબાદઃ હાલની બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન પી.વી.સિંધુએ સોમવારે સોશિયલ મીડિયા 'આઈ રિટાયર' ટ્વીટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. તેમના આ ટ્વીટથી લાગી રહ્યું હતું કે, તેમણે સન્યાસ લીધો છે, પરંતુ સિંધુએ બાદમાં કહ્યું કે, આ સન્યાસ એ ડર અને નેગેટિવ વિચારોમાંથી એક છે, જેનાથી તે ગત ઘણા સમયથી છૂટકારો મેળવવા માંગતા હતા.

સિંધુનું ટ્વીટ ફરી વાંચવા સલાહ

ETV Bharat સાથે વાતચીત કરીને સિંધુના પિતાએ સમાચાર ફગાવ્યા છે. આ સાથે જ તેમણે સિંધુના ટ્વીટને ફરીથી વાંચવા સલાહ આપી છે.

ડેનમાર્ક ઓપન છેલ્લી ટૂર્નામેન્ટ

રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ ટ્વિટર પર લખ્યું કે, 'ડેનમાર્ક ઓપન છેલ્લી ટૂર્નામેન્ટ હતો. આઈ રિટાયર (હું સન્યાસ લવ છું).' તેમણે આગળ કહ્યું કે, હું ગત ઘણા દિવસોથી વિચારી રહી હતી કે, હું મારા વિચારો લોકો સમક્ષ રાખું. હું એ વાતનો સ્વિકાર કરૂં છું કે, હું ગત ઘણા સમયથી આ અંગે સંઘર્ષ કરી રહી છું. તમે જાણો છો કે, મને સારૂં નથી લાગી રહ્યું, જેથી હું આજે આ સંદેશ લખીને જણાવી રહી છું કે, હવે હું આનો સામનો વધુ નહીં કરી શકું.

સિંધુનો દાવો, લોકો કરશે સમર્થન

સિંધુએ આગળ લખ્યું કે, હું સમજી શકું છું કે, આ નિવેદન વાંચીને તમે હેરાન અથવા મુંઝવણમાં મૂકાશો, પરંતુ જ્યારે તમે મારા વિચાર સંપૂર્ણ વાંચી લેશો, ત્યારે તમે મને સમજી શકશો અને મને સમર્થન પણ કરશો.

અશાંતિના આ વર્તમાન અર્થમાંથી સન્યાસ

તાજેતરની વર્લ્ડ ચેમ્પિયને આગળ લખ્યું કે, આ મહામારી મારા માટે આંખો ખોલનારી ઘટના હતી. હું ખૂદને રમતના અંત સુધી સૌથી વધુ મજબૂત વિપક્ષી માટે તૈયાર કરી શકું છું. મેં આવું અગાઉ પણ કર્યું છે અને હવે હું આ બીતજી વખત પણ કરી શકું છું, પરંતુ આ વાઇરસનો સામનો કેવી રીતે કરું, જેણે સમગ્ર દુનિયાને થંભાવી દીધી છે. મહિનાઓથી આપણે આપણા ઘરમાં કેદ છીંએ અને હજૂ આપણે ખૂદને પ્રશ્ન પૂછી રહ્યાં છીંએ કે, આપણે બહાર નીકળવું જોઈએ કે નહીં. સિંધુએ કહ્યું, આજે હું અશાંતિના આ વર્તમાન અર્થમાંથી સન્યાસ લેવા માંગું છું. હું આ નકારાત્મક્તા, નિરંતર ડર, અનિશ્ચિતતાથી સન્યાસ લવ છું.

સિંધુનું લોકોને આહ્વાન

25 વર્ષીય મહિલા બેડમિન્ટન ખેલાડીએ લોકોને આહ્વાન કર્યું કે, તે કોરોના વાઇરસને હરાવવાની તૈયારી કરે. તેમણે કહ્યું કે, આજે આપણે જે પસંદ કરીંએ તે આપણા ભવિષ્ય અને આવનારી પેઢીના ભવિષ્યને નિર્ધારિત કરશે. આપણે તેમને નિરાશ કરી શકીએ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.