બાંગ્લાદેશ જુનિયર આંતરરાષ્ટ્રીય સિરીઝ 2019ની ફાઇનલમાં ભારતના મેઈરાબા લુવાંગે કેન યોંગ ઓંગને 21-14 અને 21-18થી હરાવીને આ ટાઇટલ જીત્યું હતું.
આ સાથે જ તેણે બે મહિનામાં આ બીજી ટ્રોફી જીતી. તેણે ગયા મહિને વોન્ચિઅન યોનેક્સ કોરિયા જુનિયર ઓપન ઇન્ટરનેશનલ ચેલેન્જમાં મેલ સિંગલ્સ અંડર -19નું ટાઈટલ જીત્યું હતું.
ટોચના ક્રમાંકિત મેઈરાબાએ આ મેચ 38 મિનિટમાં જીતી હતી. મણિપુરના ખેલાડીએ કેન યોંગ ઓંગને 21-14 21-18થી હરાવી.
મેઈરાબાએ સેમિફાઇનલમાં બીજા મલેશિયાના એમ ફઝેરિક મોહમ્મદ રિઝવીને હરાવ્યો હતો.