ભારતીય શટલર સાયના નેહવાલ અને સમીર વર્મા બુધવારના રોજ પોતાના મેચ હારીને હોંગકોંગ ઓપન સુપર 500ના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયા છે. વર્લ્ડ નંબર-9 સાયનાને ચીનની કાઈ યાને ફ્કત 30 મિનિટમાં હરાવીને પ્રથમ રાઉન્ડમાં જ બહાર કરી દીધી હતી.
સાયનાને ચીની ખેલાડી કાઈ યાને સ્લો ગેમમાં 21-13, 22-20થી હરાવી. આ પહેલા યાન યાનને ચીની ઓપનમાં સાયનાને સીધા ગેમમાં 21-9, 21-12થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી હતી.
આ વર્ષે જાન્યુઆરીમાં ઈંડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ જીતનાર સાયના છેલ્લી 6 ટૂર્નામેન્ટમાંથી 5માં પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ છે. દુનિયાના 16માં નંબરના ખેલાડી સમીર વર્મા 54 મિનિટ સુધી ચાલેલી રમતમાં ચીની તાઈ પૈ-કેવાંગ જૂ વેઈ સામે 1 -21, 21-13, 8-21થી હારી ગયા હતા. આ પ્રથમ રાઉન્ડમાં તેમની સતત ત્રીજી હાર છે.
સાયના અને સમીર બન્ને આવતા અઠવાડિયે ગ્વાંગ્ઝૂ કોરિયા માસ્ટર્સ સુપર 300 ટૂર્નામેન્ટ રમશે.