- પવનદીપ સાથેના સંબંધ પર બોલી અરુણિતા
- પવનદીપને ગણાવ્યો સારો મિત્ર
- પવનદીપ પણ બંનેના સંબંધને આપી ચૂક્યો છે 'મિત્રતા'નું નામ
ન્યૂઝ ડેસ્ક: જ્યાં પવનદીપ રાજન અરુણિતા કાંજિલાલ સાથે પોતાના કથિત અફેર અને લિંકઅપના સમાચારો પર બોલી ચૂક્યો છે. તો હવે અરુણિતાએ પહેલીવાર મૌન તોડ્યું છે. તેણે જણાવ્યું છે કે પવનદીપની સાથે તેનો શું સંબંધ છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, તે અને પવન સારા મિત્રો છે. તેણે કહ્યું કે, "હા, અમે બંને સારા દોસ્ત છીએ અને હંમેશા રહીશું. હું તમારા તમામનો આભાર માનું છું કે તમે લોકોએ અમને બંનેને આટલો પ્રેમ આપ્યો અને પ્રશંસા કરી. અમે સાથે લાંબી સફર ખેડી છે અને આગળ પણ એકબીજાને સપોર્ટ કરતાં રહીશું."
પવનદીપે અરુણિતા સાથેના સંબંધ પર શું કહ્યું હતું?
તો હાલમાં જ એક સમાચારપત્ર સાથે વાત કરતાં પવનદીપ રાજને અરુણિતા સાથેના પોતાના સંબંધ પર કહ્યું હતું કે, "સાચું કહું તો અમે બધાંયે સાથે એટલો સારો સમય પસાર કર્યો છે કે અમને અલગ જ ન કરી શકાય. મને લાગે છે કે આવું તમામ સાથે થાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી દોસ્તીને કોઈ બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે અથવા કંઈક બીજું જ સમજવામાં આવે છે. મને લાગે છે કે સમયની સાથે લોકોને અહેસાસ થઈ જશે કે અમારી વચ્ચે કંઇ નહોતું. અત્યારે તો અમે બધાં ઘણાં યંગ છીએ અને કેરિયર પર ફોકસ કરવાનું છે. આ તમામ ચીજો રાહ જોઇ શકે છે. હું ફક્ત એટલું ઇચ્છુ છું કે અમારી દોસ્તી ત્યાં સુધી જળવાયેલી રહે જ્યાં સુધી અમે વૃદ્ધ થઇએ."
મ્યૂઝિક સ્કૂલ ખોલવા માગે છે અરુણિતા
ઉલ્લેખનીય છે કે અરુણિતા કાંજિલાલ 8 વર્ષની ઉંમરથી સિંગિંગ કરે છે અને તેણે મ્યૂઝિકની શરૂઆતની ટ્રેનિંગ ઘરે લીધી હતી. પવનદીપ રાજન જ્યાં 'ઇન્ડિયન આઇડલ-12'માં વિનર બન્યો તો અરુણિતા કાંજિલાલ ફર્સ્ટ રનરઅપ રહી. હવે અરુણિતાનું સપનું મ્યુઝિક સ્કૂલ ખોલવાનું છે. તેણે કહ્યું કે, તે ભારતમાં બાળકો માટે મ્યૂઝિક સ્કૂલ જરૂર ખોલશે. અરુણિતા અત્યારે સંપૂર્ણ રીતે પોતાનું ફોકસ સિંગિંગ કેરિયર પર કરવા ઇચ્છે છે. તેનું સપનું એક પ્લેબેક સિંગર બનવાનું છે.
આ પણ વાંચોઃ Happy Birthday: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવનો આજે જન્મદિવસ
આ પણ વાંચોઃ ધક ધક ગર્લ માધુરીએ અભિનેત્રી ઉર્મિલા માતોડકર સાથે 'તુ શાયર હૈ' ગીત પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાઈરલ