- ઉત્તરાખંડના પવનદીપ રાજન ઇન્ડિયન આઇડલ સિઝન 12ના વિજેતા બન્યા
- અરુણિતા કાંજીલાલ સેકન્ડ રનરઅપ રહી
- પવનદીપ રાજન ઉત્તરાખંડના કુમાઉનો રહેવાસી છે
દેહરાદૂન: ઉત્તરાખંડના પવનદીપ રાજને મ્યુઝિક રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની સિઝન 12 નું ટાઇટલ જીતી લીધુ છે. પવનદીપે 5 સ્પર્ધકોને હરાવીને આ જીત મેળવી છે.આ સાથે જ અરુણિતા કાંજીલાલ સેકન્ડ રનરઅપ રહી હતી.પવનદીપ વિજેતા બન્યા બાદ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. CM એ ટ્વિટમાં લખ્યું છે કે, ઇન્ડિયન આઇડલ 2021 નું સ્ટેજ પોતાની ગાયકીથી જીતીને, પવનદીપે તમામ દેશવાસીઓનું દિલ જીતીને દેવભૂમિ ઉત્તરાખંડનું નામ રોશન કર્યું છે. મારા અને રાજ્યના તમામ લોકો વતી, હું તમને શુભેચ્છા પાઠવું છું.
-
@RajanPawandeep ने अपनी गायकी से #IndianIdol2021 के मंच को जीतने के साथ-साथ सभी देशवासियों के दिलों को जीतकर देवभूमि उत्तराखण्ड का नाम रोशन किया है। मैं अपनी एवं समस्त प्रदेशवासियों की ओर से आपको बहुत-बहुत शुभकामनाएं देता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) August 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">@RajanPawandeep ने अपनी गायकी से #IndianIdol2021 के मंच को जीतने के साथ-साथ सभी देशवासियों के दिलों को जीतकर देवभूमि उत्तराखण्ड का नाम रोशन किया है। मैं अपनी एवं समस्त प्रदेशवासियों की ओर से आपको बहुत-बहुत शुभकामनाएं देता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) August 15, 2021@RajanPawandeep ने अपनी गायकी से #IndianIdol2021 के मंच को जीतने के साथ-साथ सभी देशवासियों के दिलों को जीतकर देवभूमि उत्तराखण्ड का नाम रोशन किया है। मैं अपनी एवं समस्त प्रदेशवासियों की ओर से आपको बहुत-बहुत शुभकामनाएं देता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) August 15, 2021
1996 માં ચંપાવત જિલ્લાના વાલચૌડા ગામમાં જન્મ
પવનદીપ રાજન મૂળ કુમાઉનો રહેવાસી છે. પવનદીપનો જન્મ 1996 માં ચંપાવત જિલ્લાના વાલચૌડા ગામમાં થયો હતો અને તેણે પોતાનો અભ્યાસ ચંપાવતથી જ પૂર્ણ કર્યો હતો. પવનદીપ પર્વત લોક ગાયક કબૂતરી દેવીનો વારસો આગળ ધપાવી રહ્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે લોકગાયક કબૂતરી દેવીની બહેન લક્ષ્મી દેવી પવનદીપની નાની છે.
-
उत्तराखण्ड के सपूत @PawandeepRajan को #IndianIdol2021 जीतने पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Pushkar Singh Dhami (@pushkardhami) August 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
बाबा केदार से आपके उज्ज्वल भविष्य की कामना करता हूँ। pic.twitter.com/2IEsYgXge6
">उत्तराखण्ड के सपूत @PawandeepRajan को #IndianIdol2021 जीतने पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Pushkar Singh Dhami (@pushkardhami) August 15, 2021
बाबा केदार से आपके उज्ज्वल भविष्य की कामना करता हूँ। pic.twitter.com/2IEsYgXge6उत्तराखण्ड के सपूत @PawandeepRajan को #IndianIdol2021 जीतने पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Pushkar Singh Dhami (@pushkardhami) August 15, 2021
बाबा केदार से आपके उज्ज्वल भविष्य की कामना करता हूँ। pic.twitter.com/2IEsYgXge6
આ પણ વાંચો : Khudiram Bose ની શહીદીની અમર ગાથા:19 વર્ષની વયમાં હાથમાં ગીતા લઇને ફાંસીને ફંદે ઝૂલી ગયાં હતાં મહાન ક્રાંતિકારી
માત્ર અઢી વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કર્યું
પવનદીપની કારકિર્દીની વાત કરીએ તો પવનદીપે માત્ર અઢી વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. પવનદીપની સફળતા પાછળ તેના પિતા સુરેશ રાજન અને તાઉ સતીશ રાજનનો મોટો હાથ છે.વર્ષ 1999 માં, પવનદીપે ઉત્તર પ્રદેશના માહિતી અને જાહેર સંબંધ વિભાગ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં એક કલાકાર તરીકે તેમની ટીમ સાથે નોંધણી કરાવી હતી. વર્ષ 2001 માં પવનદીપે નૈનીતાલમાં યોજાયેલા શરદોત્સવમાં તબલા વગાડ્યા હતા. તેમના પ્રદર્શનથી ખુશ થઈને તત્કાલીન ગવર્નર સુરજીત સિંહ બરનાલાએ તેમને 11 હજારનું રોકડ ઈનામ આપ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતે કોરોના વેક્સિનેશનના 4 કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી
એક સ્વિફ્ટ કાર અને પુરસ્કાર તરીકે 25 લાખ રૂપિયાનું ઈનામ
જોકે, મ્યુઝિક રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની સીઝન 12 પૂરી થઇ ગઇ છે. પવનદીપે આ સિઝનમાં વિજેતાનો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલમાં, ઇન્ડિયન આઇડલ સીઝન 12 ના ટાઇટલ માટે પાંચ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા હતી. આવી સ્થિતિમાં પવનદીપે તમામ સ્પર્ધકોને હરાવીને 'ઇન્ડિયન આઇડલ 12' ની ટ્રોફી જીતી લીધી છે. તેમને એક સ્વિફ્ટ કાર અને પુરસ્કાર તરીકે 25 લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું છે.