ETV Bharat / sitara

"બીગ બી" શેર કર્યો પોતાની વિન્ટેજ કારનો ફોટો, ચાહકોએ આપી શુભેચ્છા - પીળા રંગની ફોર્ડ પર્ફેક્ટ વિન્ટેજ કાર

અમિતાભ બચ્ચને પીળા રંગની ફોર્ડ પર્ફેક્ટ વિન્ટેજ કારનો ફોટો શેર કર્યો છે. જે અંગે તેમના ચાહકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ કાર અંગેની વાતો પણ જણાવી હતી.

'Speechless' Big B poses with new vintage car

author img

By

Published : Mar 9, 2020, 8:34 PM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચેને એક ફોર્ડ પર્ફેક્ટ વિન્ટેજ કારનો ફોટો શેર કર્યો છે. જેના અંગે મહાનાયકે પોતાના બ્લોગમાં લખ્યું કે, અલ્હાબાદમાં પરિવારની આ પહેલી કાર હતી.

ઉલ્લેખનીય છે કે, પીળા રંગની ફોર્ડ પર્ફેક્ટ વિન્ટેજ કારનું પ્રોડક્શન 1938થી 1961 દરમિયાન થતું હતું અને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આર્જેન્ટિના તથા કેનેડામાં આ કારનું વેચાણ થતું હતું.

અમિતાભના ફેન્સએ પણ અભિનેતાની આ કારનો ફોટો શેર કર્યો હતો. જેમાં અભિનેતા ડ્રાઈવિંગ સીટ પર બેઠા છે.

ઉલ્લેખનીય છે કે, 1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'અકેલા'મા અમિતાભ પોતાની પીળી કારમાં જોવા મળ્યા હતા. આ કારને અમિતાભે 'રામપ્યારી' નામ આપ્યું હતું.

અભિનેતાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, અભિનેતા ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’મા કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.