મુંબઈ: બિગ બોસ ફેમ સંભાવના શેઠનું આરોગ્ય અચાનક કથળી ગયું હતું. લોકડાઉન દરમિયાન તેના પતિએ આ વિશે સોશિયલ મીડિયા પર માહિતી આપતી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેના પતિએ લખ્યું કે, 24 કલાકમાં તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.
આ સમાચાર આવતાની સાથે જ ચાહકો દુ:ખી થઈ ગયા છે. તેમને સંભાવનાના સ્વસ્થ માટે કામના કરી રહ્યા છે. આ માહિતી એવી રીતે બહાર આવી કે, સંભાવના શેઠ તેના સોશિયલ મીડિયા પ્રશંસકો માટે દરરોજ વીડિયો બ્લોગ બનાવે છે. આવી સ્થિતિમાં તેના પતિએ ચાહકોને નૈતિકતાના આધારે તેની સ્થિતિ વિશે જણાવ્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પતિ અવિનાશ દ્વિવેદીએ સંભાવના શેઠના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ માહિતી આપી હતી અને લખ્યું છે કે, ગઈકાલે રાત્રે સંભાવનાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેની તબિયત સારી ન હતી. પરંતુ બાદમાં તેને રજા આપવામાં આવી હતી અને અમે બંને સવારે 5 કલાકે ઘરે પરત ફર્યા હતા. જો કે, હું ફરીથી તેની સાથે હોસ્પિટલમાં જાઉં છું. તેથી જ આજનો વીડિયો બ્લોગ આવી શકશે નહીં.
તેની પત્નીની તબીયત અચાનક લથડતા ચાહકો સહિત ટેલીવર્ડ અસ્વસ્થ થઈ ગયું છે અને તેમની માંદગી તેમજ આરોગ્ય અપડેટ્સ વિશે પુછપરછ હતી. કામ્યા પંજાબી, સોનાલી રાઉત, સબ્યસાચી સહિતના ઘણા સ્ટાર્સેએ કોમેન્ટ કરી ચિંતા વ્યક્ત કરી હતી.