ETV Bharat / sitara

પ્રતિષ્ઠિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું 95 વર્ષની વયે નિધન

author img

By

Published : Mar 15, 2021, 9:07 AM IST

વર્ષ 1926માં ગોવામાં જન્મેલા પ્રતિષ્ઠિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમને પદ્મભૂષણ, પદ્મશ્રી, નેહરૂ પુરસ્કાર અને લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રતિષ્ઠિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું 95 વર્ષની વયે નિધન
પ્રતિષ્ઠિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું 95 વર્ષની વયે નિધન
  • 1926માં જન્મેલા ચિત્રકાર લક્ષ્મણ પાઈએ રવિવારે લીધા અંતિમ શ્વાસ
  • ગોવામાં તેમના નિવાસસ્થાન ડોના પાઉલામાં તેમનું નિધન થયું
  • વર્ષ 2018માં લક્ષ્મણ પાઈને પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા

આ પણ વાંચોઃ બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખનું નિધન

પણજીઃ દેશના પ્રખ્યાત ચિત્રકાર અને પદ્મભૂષણથી સન્માનિત થયેલા એવા લક્ષ્મણ પાઈનું રવિવારે સાંજે નિધન થયું છે. 95 વર્ષની વયે તેમણે ગોવામાં પોતાના નિવાસસ્થાન ડોના પાઉલામાં અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 1926માં ગોવામાં તેમનો જન્મ થયો હતો. તેમના જીવનકાળમાં તેમને પદ્મભૂષણ, પદ્મશ્રી, નેહરૂ પુરસ્કાર અને લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે પાઈના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લક્ષ્મણ પાઈને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. પદ્મભૂષણ ભારતનો ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

આ પણ વાંચોઃ વાવ અને થરાદના પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતનું નિધન

ગોવાએ એક રત્ન ગુમાવ્યુંઃ મુખ્યપ્રધાન

ગોવાના મુખ્યપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પ્રખ્યાત પદ્મભૂષણ લક્ષ્મણ પાઈનું દુઃખદ નિધન થયું છે. ગોવાએ આજે એક રત્ન ગુમાવ્યું છે. અમે કળાના ક્ષેત્રમાં તેમના અપાર યોગદાનને હંમેશા યાદ કરીશું. તેમના પરિવાર પ્રતિ મારી હાર્દિક સંવેદના છે. ઓમ શાંતિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.