- રાખી સાવંતનો વીડિયો થયો વાઈરલ
- વીડિયોમાં ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ કરી રહી છે રાખી
- એક ફોટોગ્રાફરે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર
અમદાવાદઃ રાખી સાવંત ક્યારેક રસ્તા પર કોઈક વસ્તુ ખરીદતા તો કોઈક વાર બિન્દાસ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. જોકે, હાલમાં તેનો એક વીડિયો Social media પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ટીપ ટીપ બરસા પાની ગીત પર ડાન્સ કરતી નજરે પડી રહી છે. જોકે, તેનો આ વીડિયો તેણે પોતે નહીં, પરંતુ એક ફોટોગ્રાફરે શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ જૂઓઃ કેમ રાખી સાવંતને લાગે છે કે તેને કોરોના થઈ શકતો નથી
રાખી સાવંતના ડાન્સના ચારે તરફ થઈ રહ્યા છે વખાણ
રાખી સાવંત (Rakhi Sawant)ના આ બેલી ડાન્સે ખૂબ વાહવાહ લૂંટી છે. આપને જણાવી દઈએ કે, જ્યારથી રાખીને બીગબોસમાં એન્ટરટેઈન્મેન્ટ ક્વિન (Entertainment Queen) કહેવામાં આવી હતી ત્યારથી તે પોતાના દર્શકોને નિરાશ થવાનો મોકો નથી આપતી. આ અગાઉ પણ રાખી સાવંત કેટલીક વાર ટ્રેડિશનલ લુકનો ફોટોઝ શેર કરતી જોવા મળી હતી. આ ઉપરાંત રાખીએ તાજેતરમાં જ કસરત કરતો એક વીડિયો શેર કર્યો હતો.