ચેન્નઈ: તમિલ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત આવાનારા મહિનામાં એક રાજકીય પાર્ટી શરૂ કરી શકે છે. સુપરસ્ટારના આ નિર્ણય પર તેમના ફેન્સની પણ પ્રતિક્રિયાઓ આવવાની લાગી ગઈ છે. અભિનેતાના નજીકના સહયોગી કરાટે ત્યાગરાજને રવિવારે કહ્યું કે, રજનીકાંત ચાલુ વર્ષે મેં અથવા જૂન સુધીમાં એક રાજકીય પાર્ટી લોન્ચ કરી શકે છે.
રાજકીય હરીફ BJP અને DMKની ટીકા કરી, ત્યાગરાજને કહ્યું કે, રજનીકાંત હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખે છે, પરંતુ કટ્ટરવાદી નથી. ઉલ્લેખનીય છે કે, 2017માં સુપરસ્ટારે પોતાની રાજકીય પાર્ટી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
હવે પાર્ટી બનાવવાના નિર્ણયના સમાચાર બાદ ચર્ચા કરતાં એક ફેન્સએ કહ્યું કે, અમે માત્ર થલાઈવર (રજનીકાંત)ના શબ્દો પર વિશ્વાસ કરીએ છીએ, જો આ 14 એપ્રિલની તારીખ હશે, તો અમને ડબલ ખુશી થશે. 14 એપ્રિલને તામિલ નવા વર્ષના રૂપે મનાવવામાં આવે છે, જેને પુથુવૃક્ષમ પણ કહેવામાં આવે છે, તમિલ કેલેન્ડર પર આ વર્ષનો પ્રથમ દિવસ છે અને પારંપરિક રીતે આને એક તહેવારના રૂપે ઉજવવામાં આવે છે.