ETV Bharat / sitara

Raj Kundra કમાણી કેવી રીતે કરે છે તેવો પ્રશ્ન Kapil Sharma એ પૂછ્યો હતો, વીડિયો વાયરલ થયો - શિલ્પા શેટ્ટીના પતિનો વીડિયો વાયરલ

ઉદ્યોગપતિ અને બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ( Shilpa Shetty ) પતિ રાજ કુંદ્રાની ( Raj Kundra ) સોમવારે અશ્લીલ ફિલ્મો બનાવવાની અને કેટલીક એપ્સ પર પ્રકાશિત કરવાના એક કેસમાં મુંબઇ પોલીસે ( Mumbai Police ) ધરપકડ કરી હતી. ધરપકડની વચ્ચે ધ કપિલ શર્મા શો ( Kapil Sharma Show) નો રાજનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Raj Kundra કમાણી કેવી રીતે કરે છે તેવો પ્રશ્ન Kapil Sharma એ પૂછ્યો હતો, વીડિયો વાયરલ થયો

author img

By

Published : Jul 20, 2021, 1:00 PM IST

Updated : Jul 20, 2021, 8:49 PM IST

  • રાજ કમાણી ક્યાંથી કરે છે? કપિલનો હતો પ્રશ્ન
  • કપિલ શર્મા શોમાં પૂછાયો હતો આ પ્રશ્ન
  • રાજ કુંદ્રાની ગઈ રાતે પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવાના કેસમાં થઈ છે ધરપકડ

મુંબઈઃ બોલીવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટીના ( Shilpa Shetty ) પતિ રાજ કુંદ્રાને ( Raj Kundra ) સોમવારે રાત્રે મુંબઇ પોલીસે ( Mumbai Police ) અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલાક મોબાઇલ એપ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ મોડી રાતે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આઘાતજનક કાર્યવાહી આ વર્ષે ફેબ્રુઆરીમાં પોલીસે નોંધાયેલા કેસના આધારે કરવામાં આવી હતી.

કુંદ્રાની ધરપકડની વચ્ચે ધ કપિલ શર્મા શોમાંથી ( Kapil Sharma Show) રાજ, શિલ્પા ( Shilpa Shetty ) અને શિલ્પાની બહેન શમિતા શેટ્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. એ જૂના વીડિયોમાં યજમાન કપિલ શર્મા રાજને ( Raj Kundra ) એવો પણ પ્રશ્ન પૂછતો નજરે પડે છે કે તે કેવી રીતે પૈસા કમાય છે. કારણ કે રાજના બાહ્ય જીવનની એવી છાપ મળતી હતી કે પાર્ટીઓમાં ભાગ લે છે, સેલિબ્રિટીઝ સાથે ફૂટબોલ મેચ જોવેે છે અને તેની પત્ની શિલ્પાને શોપિંગ પર લઈ જાય છે.

  • शिल्पा शेट्टी के पति राज कुंद्रा को क्राइम ब्रांच ने
    अश्लील फिल्में बनाने के आरोप मे किया गिरफ्तार.
    Finally everyone got the right answer of the question asked by kapil sharma on #TheKapilSharmaShow many years ago.#RajKundra #shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/TcMFujKiyu

    — Dessie Aussie 🇮🇳🇭🇲 (@DessieAussie) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ધરપકડ બાદ બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસની (Mumbai Police )ક્રાઈમ બ્રાંચ-સીઆઈડી (Crime Branch-CID ) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નાગરાલેએ જણાવ્યું હતું કે, "અશ્લીલ ફિલ્મો બનાવવાની અને કેટલીક એપ્સ દ્વારા તેે પ્રકાશિત કરવા અંગે ક્રાઈમ બ્રાંચમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અમે રાજ કુન્દ્રાની ( Raj Kundra ) ધરપકડ કરી લીધી છે, કારણ કે તે મુખ્ય કાવતરું કરનાર હોવાનું જણાયું છે." તેમણે ઉમેર્યું હતું કે, "આ અંગે અમારી પાસે પૂરતા પુરાવા છે અને વધુ તપાસ ચાલુ છે."

ગયા મહિને રાજ કુંદ્રા ( Raj Kundra ) તેના ઇન્ટરવ્યુ માટે હેડલાઈન્સમાં ચમક્યો હતો જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની ભૂતપૂર્વ પત્ની કવિતાએ તેની બહેનના પતિ સાથે કથિત અફેર રાખ્યો હતો. રાજેે કવિતાના અફેરને તેની અને તેની પ્રથમ પત્ની વચ્ચે છૂટાછેડાનું કારણ ગણાવ્યું હતું.જોકે આ પછી કવિતાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે રાજ સાથેના લગ્નભંગ અંગે શિલ્પા શેટ્ટી ( Shilpa Shetty ) પર આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની રાજ કુંદ્રાની ધરપકડ

આ પણ વાંચોઃ એક સમયે અમિતાભ બચ્ચનને પણ આપવો પડ્યો હતો લુક ટેસ્ટ, ફોટો થઈ રહ્યો છે વાઈરલ

Last Updated : Jul 20, 2021, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.