- ઈન્ડિયન આઈડોલ અને બિગ-બોસ 14માં દેખાઈ ચૂક્યો છે રાહુલ
- રાહુલ વૈદ્ય અને દિશા પરમારે કર્યા 16મી જુલાઈએ લગ્ન
- રાહુલે હટાવ્યો તેના લગ્નની પહેલી રાત પરથી પરદો
ન્યૂઝ ડેસ્ક: ઈન્ડિયન આઈડોલ અને બિગ-બોસ 14 ફેમ રાહુલ વૈદ્યએ હાલમાં જ લગ્ન કર્યા છે. તેના લગ્નના ફોટો કેટલાય સિલેબ્રિટીઝ દ્વારા શેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેના લગ્નના બીજા દિવસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના કઝીન અને મામા દ્વારા કરાયેલા મજાક વિશે સૌને જણાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેની પત્ની દિશા પરમાર પણ ખૂબ ખુશ દેખાઈ રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: દિશા પરમાર અને રાહુલ વૈદ્યના આજે લગ્ન, પીઠી સમારોહના ફોટા વાયરલ
રાહુલની પહેલી રાત બની યાદગાર
રાહુલ તેના લગ્નની પહેલી રાત્રે પોતાના કઝીન સાથે પાર્ટી કરી રહ્યો હતો. પાર્ટી કરતાં રાત્રીના ત્રણ વાગી ગયા હતાં ત્યારે તેની પત્નીએ તેને પૂછ્યું હતું કે, "શું આપણી સાથે બીજું પણ કોઈ આપણા રૂમમાં છે?". ઉપરાંત બીજા દિવસે વહેલી સવારે પણ તેના મામાએ તેની ઉંધ ખરાબ કરી હતી. આમ તેના કઝીન્સ અને મામાએ મળીને તેની પહેલી રાત યાદગાર બનાવી દીધી હતી.