ETV Bharat / sitara

રામ નવમી સંદર્ભે ટીવી પર વધુ એક રામાયણની વાપસી - Etv Bharat

દેશભરમાં 21 દિવસ માટે લૉકડાઉન વચ્ચે દૂરદર્શન પર ફરથી મહાકાવ્ય રામાયણને પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં ટીવીની વધુ એક રામાયણની વાપસી થઇ રહી છે.

Etv Bharat, Gujarati News, Ramayana News, CoronaVirus
Now, TV's other 'Ramayan' returns on Ram Navami
author img

By

Published : Apr 1, 2020, 2:05 PM IST

મુંબઇ: રાષ્ટ્રવ્યાપી તાળાબંધીની વચ્ચે દર્શકોના મનોરંજન માટે દૂરદર્શન પર રામાનંદ સાગરના લોકપ્રિય 80ના દશકની પૌરાણિક ધારાવાહિક રામાયણના પ્રસારણની સાથે વધુ એક રામાયણ જેવા મુળરૂપથી 2012માં ટીવી પર રિલીઝ કરવામાં આવી હતી. 2જી એપ્રિલે રામ નવમીના અવસરથી તે રિ-ટેલિકાસ્ટ કરવા માટે તૈયાર છે.

12 ઓગસ્ટ 2012થી 1 સપ્ટેમ્બર 2013 સુધી ચાલેલા આ શોમાં રામના રૂપમાં ગગન મલિક, સીતાના રૂપમાં નેહા સરગમ અને મલ્હાર પાંડ્યા હનુમાનન રૂપમાં જોવા મળ્યા હતા.

આ સાથે જ રાવનું પાત્ર સચિન ત્યાગીએ ભજવ્યું હતું. જેમાં શિખા સ્વરૂપ, રુચા ગુજરાતી અને દિવ્યાંકા ત્રિપાઠી જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

56 એપિસોડની આ રામાયણ, મુકેશ સિંહ, પવન પારખી અને રાજેશ શેખરે દ્વારા નિર્દેશિત છે.

એન્ડ ટીવીના બિઝનેસ હેડ વિષ્ણુ શંકરે કહ્યું હતું કે, રામાયણ નિસ્સંદેહ સૌથી મહાન છે અને કાલાતીત ભારતીય મહાકાવ્ય કથાઓમાંથી એક છે. જેને તમામે વાંચી અને પસંદ કરી છે. ભગવાન રામની આ શાશ્વત ગાથાને મનાવવા માટે રામ નવમીથી ખાસ કોઇ દિવસ હોઇ શકે ખરા? આ વર્ષે દેશ વ્યાપી તાળાબંધીની વચ્ચે અમે આ શોના માધ્યમથી ભગવાન રામને અમારા દર્શકોના દિલ સુધી અને ઘર સુધી લઇ જવાનો નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સમગ્ર દેશ એકજૂથ થઇને આ મહામારી સામે લડી રહ્યો છે, તેવામાં સારા અને ખરાબ સ્થિતિની વચ્ચે મહાકાવ્યની લડાઇની સાથે સમગ્ર પરિવારની સાથે લાવવા માટે આનાથી વધુ સરસ કંઇ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.