મુંબઇ: લોકપ્રિય ટીવી અભિનેતા કરણ કુંદ્રા તેની પૂર્વ ગર્લફ્રેન્ડ ક્રિતિકા કામરા અને અભિનેત્રી પૂજા ગૌર સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો, જ્યાં એક યુઝરે તેને મહિલા કહીને ટ્રોલ કર્યો હતો.
કરણે સોમવારે ક્રિતીકા સાથે લાઇવ સેશનની જાહેરાત કરવા માટે ત્રણેયનો ફોટો ઇન્સ્ટાગ્રામ દ્વારા શેયર કર્યો હતો.પરંતુ આ ફોટા પરની કમેન્ટ્સમાં એક યુઝરે '3 લેડિઝ' લખ્યું, એટલે કે તેણે કરણને એક મહિલા પણ કહ્યો હતો. જેના પર, તેણે તે યુઝરે જે જવાબ આપ્યો છે તે હૃદય જીતી જશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેણે લખ્યું, 'હા ભાઈ, અને મને કોઈ સમસ્યા નથી કે તમે મને લેડી કહ્યું. હું તેના બદલે ગર્વ અનુભવું છું. જો વિશ્વમાં કોઈ પણ સૌથી શક્તિશાળી છે, તો તે સ્ત્રી છે.