મુંબઈઃ લોકડાઉન સમયાં ઘરમાં જ રહેવાનું હોવાથી મોટા ભાગના લોકો અને સ્ટાર્સ આ ક્વોરનટાઈનને બિગ બોસ સાથે સરખાવી રહ્યાં છે. આ સાથે જ કહી રહ્યાં છે કે કવોરનટાઈનમાં બિગ બોસ જેવો અહેસાસા થઈ રહ્યો છે. એવામાં હિના ખાને બિગ બોસ અને ક્વોરનટાઈન સમય બંને અલગ અલગ અનુભવ હોવાનું જણાવ્યું છે.
![Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6972005_hinakhan---copy.jpg)
હિના ખાને કહ્યું કે રિયાલીટી શૉ બિગ બોસમાં ભાગ લેવો અને ક્વોરનટાઈન સમય પસાર કરવો એ બંને અલગ અલગ અનુભવ છે. તેમણે કહ્યું કે બિગ બોસના ઘરમાં રહેવુ અને ક્વોરનટાઈન સમયમાં પોતાના ઘરે એ બંનેની તુલના ન થઈ શકે.
'એ રિશ્તા ક્યા કહેલાતા હે' થી લોકપ્રિયતા મેળવનાર હિના ખાને કહ્યું કે, ' બિગ બોસમાં ભાગ લઈ તે ઘરમાં રહેવા પોતના પ્રિયજનોથી દુર રહી પ્રતિયોગીઓ સાથે રહેવું પડે છે, જ્યારે આ ક્વોરનટાઈન સમયમાં આપણે પોતાના પરિવાર સાથે સમય વીતાવી શકીએ છીએ. જેથી બિગ બોસ અને ક્વોરનટાઈનની સરખામણી ન થઈ શકે.'
હિના ખાન હાલ મુંબઈમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. આ સાથે જ તે કુકિંગથી લઈ સાફ સફાઈ કરવી અને ઓનલાઈન સામાન જોવામાં સમય વીતાવી પોતાને વ્યસ્ત રાખી રહી છે.