ETV Bharat / sitara

ફિલ્મ અને ટીવી સીરિયલનું શૂટિંગ ફરી શરૂ થશેઃ મંત્રાલય - પ્રકાશ જાવડેકર

કોરોના વાઇરસના કારણે લોકડાઉનમાં ફિલ્મ અને ટીલી સિરિયલનું શૂટિંગ સંપૂર્ણ બંધ હતું, જે હવે ફરી શરૂ થઇ રહ્યું છે. આ માટે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા એક SOP જાહેર કરાયું છે. તેમણે કહ્યું કે, શૂટિંગ દરમિયાન કેમેરામાં રેકોર્ડ થઇ રહેલા એક્ટર્સ સિવાય બાકીના લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

Information and Broadcasting Minister
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર
author img

By

Published : Aug 23, 2020, 4:11 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે રવિવારે કોરોના વાઇરસ મહામારીના કારણે ઘણા મહિનાથી બંધ હાલતમાં રહેલી ફિલ્મ અને ટીવી પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી ફરી શરૂ કરવા માટેની ઘોષણા કરી છે.

જો કે, પ્રધાને કહ્યું કે, આ સંચાલન દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત રહેશે. જાવડેકરે કહ્યું કે, ‘નવું SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મીડિયા પ્રોડક્શન માટે એક સંજીવની સાબિત થશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તેમના અંગો હશે. આ પાછળનો સામાન્ય હેતું એ છે કે, કલાકાર અને ક્રૂ મેમ્બર વચ્ચે એક સુરક્ષિત વાતાવરણ બની રહે.’

  • Today @MIB_India have released a detailed SOP for resuming work in the media production industry. The general principles behind the SOP will help create a safe working environment for cast and crew in the industry. pic.twitter.com/UU0NbqONeO

    — Prakash Javadekar (@PrakashJavdekar) August 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

SOP શૂટિંગ સ્થળ અને કાર્યસ્થળો પર પર્યાપ્ત સોશિયલ ડિસ્ટેન્સિંગને સુનિશ્ચિત કરશે. આ સાથે જ સ્વચ્છતા, ભીડ અને સુરક્ષાત્મક ઉપકરણ માટે પ્રાથમિક ઉપાય પણ સામેલ છે.

પ્રધાને વધુમાં કહ્યું કે, આ SOPનો મૂળ સિદ્ધાંત ‘સંપર્ક શક્ય હોય એટલો ઓછો’ કરવાનો છે. SOP પ્રમાણે કોસ્ટ્યૂમ, સેટની સામગ્રી, મેકઅપ અને વિગ જેવી વસ્તુઓ એકબીજા સાથે ઓછી શેર કરવામાં આવે અને તે સમયે હાથમોજા પહેરવા.

રેકોર્ડિંગ સ્ટૂડિયો અને એડિટિંગ રૂમ જેવા સ્ટૂડિયોમાં 6 ફૂટના અંતરનું પાલન કરવાનું રહેશે. SOPમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, શક્ય એટલા ઓછામાં ઓછા કલાકાર અને ક્રૂ હાજર રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.