બોલિવુડની ફિલ્મ બજંરગી ભાઈજાનના બન્ને સુપરસ્ટાર સલમાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી રવિવારે રિયાલિટી ટીવી શો 'બિગ બોસ 13'ના વીકેન્ડના વારમાં નાના પર્દા પર દર્શકોને સુપરકિક આપશે.

બિગ બોસના વિશેષ એપિસોડમાં નવાઝુદ્દીન 'બિગ બોસ'ના પ્લેટફોર્મ પર તેની આગામી ફિલ્મ 'મોતીચુર ચકનચૂર'નું પ્રમોશન કરશે. સલમાન સાથે અભિનેતાનું બૉન્ડિંગ જોઈને તમને બંનેની હિટ જોડીનો નોસ્ટાલ્જિયા થઇ જાશે.

બંને સ્ટાર્સે એપિસોડ દરમિયાન તેમની સુપરહિટ ફિલ્મ 'કિક' અને 'બજરંગી ભાઈજાન'ની શૂટિંગની પળોને યાદ કરી હતી અને કહ્યું હતું કે, તેઓએ સેટ પર ક્યારેય ન ભૂલાઇ તેવી યાદો બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, નવાઝુદ્દીનને ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ કરી છે. સિદ્દકીને ફિલ્મમાં સલમાનની સ્ટાઇલ વાળો ચાર્મ લાવવાનું શીખવાનું બાકી છે.
સલમાને કહ્યું કે, તે નવાઝને કેટલાક સીક્રેટ્સ બતાવશે, ત્યારબાદ સુપરસ્ટારે નવાઝને તેના ટ્રેડમાર્ક વૉક શીખવ્યો હતી. બંને અભિનેતાઓએ 'કિક' સુપરહિટ ગીત 'જુમ્મ કી રાત' પર પણ ડાન્સ કર્યો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ મોતીચૂર ચકનાચુર 15 નવેમ્બરે રીલિઝ થશે.