મુંબઈ: પ્રથમ બે સીઝનની મોટી સફળતા બાદ, અલ્ટ બાલાજી અને જી 5 તેમની સૌથી સફળ ફ્રેંચાઇઝ 'કહાને કો હમસફર હૈ'ની ત્રીજી સીઝન સાથે ફરીથી દર્શકોનું મનોરંજન કરવા પાછા ફર્યા છે. આ શો 6 જૂને રિલીઝ થવાનો છે, પરંતુ તે પહેલાં બંને પ્લેટફોર્મ્સે મોટિવેટેડ સિરીઝનું ટ્રેલર રિલીઝ કર્યુ છે. જેમાં ફરી એકવાર રોનીત રોય, ગુરદીપ કોહલી પુંજ, મોના સિંઘ, અપૂર્વા અગ્નિહોત્રી, અદિતિ વાસુદેવ જેવા ભારતીય ટેલીવિઝન ઉદ્યોગના દિગ્ગજ કલાકારો જોવા મળશે.
ટ્રેલરમાં 4 વર્ષના લાંબા ગાળા પછી દરેકના જીવનમાં પરિવર્તનની રજૂઆત કરવામાં આવી છે. અનન્યા એક સફળ બિઝનેસમેન અને માતા છે, તે પહેલા શાંત હતી, પરંતુ હવે તોફાની અના બની ગઈ છે. બીજી તરફ પૂનમ જીવનમાં આગળ વધી છે અને અભિમન્યુ સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે. રોહિત હવે સંપૂર્ણ બેદરકાર બની ગયો છે અને તેના જીવનમાં કોઈ જવાબદારી નથી. કંઇ ગુમાવવાનું નથી અને દેખભાળ કરવા માટે કોઇ ના હોવોના કારણે , તે બાઇક પર જઇને અથવા પોતાનાથી નાની યુવતીઓ સાથે નિર્દોષ સંબંધો બનાવી ઓછા કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ટ્રેલર વિશે વાત કરતા અભિનેતા રોનિત બોઝ રોય (રોહિત મેહરા)એ કહ્યું કે, "મને લાગ્યું કે આ શો દર્શકોને ગમશે, પરંતુ આટલી મોટી સફળતાની કલ્પના ક્યારેય કરી નથી. અમારા પ્રથમ 2 સીઝનને પ્રેમ કરવા માટે અને સીઝન 3ને શક્ય બનાવવા માટે દર્શકોનો આભારી છું. મારા દર્શકોને હું કહેવા માંગુ છું કે ચોકવનારા ખુલાસાઓ સાથે ધમાકેદાર સીઝન માટે તૈયાર થઇ જાય. આશા છે કે તમને લોકોને તેટલીજ મજા આવશે, જેટલી અમને આની શૂટિંગ દરમિયાન આવી હતી.તમે ચોક્કસપણે તેને મિસ નહીં કરવા માંગો. "