મુંબઇ: આજે સુપરહિટ ફિલ્મ 'પરિણીતા'ના 15 વર્ષ પૂર્ણ ગયા છે. આ પ્રસંગે, ફિલ્મના મુખ્ય કલાકાર સંજય દત્ત અને વિદ્યા બાલને સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મને ભરપૂર પ્રેમ આપવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
બંને અભિનેતાઓએ પ્રદીપ સરકાર દિગ્દર્શિત ફિલ્મની કેટલીક તસવીરો શેર કરીને 15મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સંજય દત્તે પોસ્ટ સાથે લખ્યું હતું, 'આ ફિલ્મને ખૂબ પ્રેમ આપવા બદલ તમારો આભાર.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વિદ્યા બાલને પણ ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. જે પડદા પાછળની હતી.સાથે જ ફિલ્મની કાસ્ટ, ડિરેક્ટર, ટેકનિશિયન અને ચાહકોનો આભાર માનીને એક પોસ્ટ લખી છે.
અભિનેત્રી દ્વારા શેર કરેલી તસવીરોમાં સૈફ અલી ખાન પણ જોવા મળે છે, જે આ ફિલ્મનો બીજો મુખ્ય સ્ટાર હતો. તો સંજય દત્તે એક વીડિયો શેર કર્યો જે તેના પાત્રનું સૌથી યાદગાર દ્રશ્ય હતું.
વિદ્યાની બાલનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે તાજેતરમાં જ તેની ડેબ્યૂ પ્રોડક્શન પ્રોજેક્ટ 'નટખટ'નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યુ છે.