ETV Bharat / sitara

ફિલ્મ મેકર બાસુ ચેટર્જી તેમની એવરગ્રીન ફિલ્મોની જેમ જ રહેેશે જીવંત.... - બોલીવુડ ન્યૂઝ

ફિલ્મ ઉદ્યોગમાં 'બાસુ દા' કહેવાતા ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક બાસુ ચેટર્જીએ વિશ્વને અલવિદા કહી દીધુ છે. ગુરુવારે સવારે તેમનું દુઃખદ અવસાન થયું હતુ. જેની જાણ થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

બોલીવુડ ન્યૂઝ
બોલીવુડ ન્યૂઝ
author img

By

Published : Jun 4, 2020, 6:11 PM IST

મુંબઈઃ 1970 અને 80 દાયકામાં મધ્યમવર્ગીય પરિવારની કોમેડી ફિલ્મો ‘ચિતચોર’ ' છોટી સી બાત', અને 'ખટ્ટા મીઠા' જેવી ફિલ્મો નિર્દેશન કરનાર બાસુ દા એટલે બાસુ ચેટર્જી.

બાસુ દાએ ફિલ્મી દુનિયામાં આવતા પહેલા 18 વર્ષની ઉંમરે ચિત્રકાર અને કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યુ હતું. ત્યારબાદ તેમને ફિલ્મમેકિંગ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક બાસુ ચેટર્જીએ દિગ્દર્શકની શરૂઆત 1969 ની ફિલ્મ ‘સારા આકાશ’થી કરી હતી. જેમણે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે એવોર્ડ જીત્યો.

જો કે, આ પહેલા તેમણે રાજ કપૂર અને વહિદા રહેમાનની ફિલ્મ 'તીસરી કસમ'માં જાણીતા ડિરેક્ટર બાસુ ભટ્ટાચાર્યને આસિસ્ટ કર્યા હતા. આ ફિલ્મ વર્ષ 1966 માં રિલીઝ થઈ હતી અને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો હતો.

બસુ દાની ખૂબ લોકપ્રિય થયેલી ફિલ્મ્સની સૂચિમાં 'સારા આકાશ' (1969), 'પિયા કા ઘર' (1972), 'ઉસ પાર' (1974), 'રજનીગંધા' (1974), 'છોટી સી બાત' (1975), 'ચિતચોર' (1976), 'સ્વામી' (1977), 'ખટ્ટા મીઠા', 'પ્રિયતમ', 'ચક્રવ્યૂ' (1978), 'જીના યહાં' (1979), 'બાતો બાતો મેં' (1979), 'અપને પરાયે' '(1980),' શૌકીન ‘એક રૂકા હુઆ ફેસલા’ સામેલ છે..

બાસુ દાએ તેની સામાન્ય ફિલ્મોમાં ઘણા મોટા સ્ટાર્સનું દિગ્દર્શન કર્યું હતું, પરંતુ એવા પાત્રોમાં જેમાં તે સ્ટાર્સ પહેલાં ક્યારેય જોવા મળ્યા નહોતા. જેમ કે તેમણે રતિ અગ્નિહોત્રી સાથે 'શૌકીન' અને મુનમૂન સેન સાથે 'શીશા'માં, વિનોદ મેહરા અને મૌસમી ચેટર્જી સાથે 'ઉસ પર મેં' , જીતેન્દ્રને નીતૂસિંહ સાથે 'પ્રિયતમા' માં , દેવ આનંદને મુનિમ સાથે 'મનપસંદ'માં, રાજેશ ખન્નાને નીતુ સિંહની સામે' ચક્રવ્યુહ'માં કાસ્ટ કર્યા હતા.

આ સિવાય તેમણે હેમા માલિની અને ધર્મેન્દ્ર સાથે 'દિલ્લગી' અને અમિતાભ બચ્ચન સાથે 'મંઝિલ'માં કામ કર્યું હતું. જોકે, બધી ફિલ્મોમાં 'ચક્રવ્યૂહ' અને 'મંઝિલ' ને બોક્સ ઓફિસ પર વધુ સફળતા મળી નહોતી. પરંતુ આ ફિલ્મોની રજૂઆત સમયે વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી અને થોડા વર્ષોમાં તે એક ક્લાસિક ફિલ્મની શ્રેણીમાં સામેલ થઈ ગઈ.

હિન્દી ફિલ્મો ઉપરાંત બાસુ દાએ બંગાળી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. જેમાં 'હોથાટ', 'વૃષ્ટિ', 'હોછેટા કી ઓર હોથોટ શે દીન' ની ફિલ્મો સામેલ છે.

દૂરદર્શન પર બાસુ દાએ અત્યંત સફળ ટેલિવિઝન શ્રેણી 'વ્યોમકેશ બક્ષી' અને 'રજની' પણ નિર્દેશિત કરી હતી.

આદરણીય દિગ્દર્શક અને પટકથા લેખકને તેમના કામ બદલ સમય-સમય પર વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવતા હતા. જેમાં શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે માટે ફિલ્મફેર (સારા આકાશ), ફિલ્મફેરનો શ્રેષ્ઠ ક્રિટિક્સ ફિલ્મ એવોર્ડ (રજનીગંધા), શ્રેષ્ઠ દિગ્દર્શક માટે ફિલ્મફેર (સ્વામી), કૌટુંબિક કલ્યાણ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ (દુર્ગા) અને ત્યારબાદ 2007 માં આઇઆઇએફએનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સામેલ છે. .

પોતાની હાસ્યમય ફિલ્મોમાં સાદગી અને બુદ્ધિનું મિશ્રણ કરનાર બાસુ દાએ 93 વર્ષની ઉંમરે આપણા બધાને અલવિદા કહી દીધી છે. પરંતુ તે એવરગ્રીન ફિલ્મની કહાણીની જેમ આપણા મનમાં હંમેશા જીવંત રહેશે.

બાસુ ચેટર્જીનું મૃત્યુ એ મનોરંજન જગતને એક ન પૂરાય તેવી ખોટ છે. ETV BHRAT તેમના આત્માને શ્રદ્ધાંજલિ અર્પે છે અને તેમના આત્માને શાંતિની શુભેચ્છા પાઠવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.