મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને તેમની મેનેજર દિશા સલિયાનીના મૃત્યુ મામલે બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલીનું નામ ચર્ચામાં છે. જેના લીધે અભિનેતાએ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના ઇન્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો છોડી બધી જ પોસ્ટ ડીલીટ કરી છે અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
ઇન્ટ્રાગ્રામ છોડતા સમયે અભિનેતાએ ઇન્ટ્રાગ્રામ પર એક sms મૂક્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, ફરી મળશું ઇન્ટ્રાગ્રામ. આશા છે કે, હું એ દિવસે મળીશ જ્યારે દુનિયા એક સારી જગ્યા પર હશે. સુરજે આમ એક SMS કરી ઇન્ટ્રાગ્રામ છોડી દીધું હતું.